Purchases of groundnuts at support prices will start from the fifth
સારા સમાચાર /
આનંદો: ટેકાના ભાવે મગફળીની ખરીદી આ તારીખથી શરૂ કરવામાં આવશે, જામનગરથી કૃષિમંત્રી રાઘવજી પટેલ કરશે શરૂઆત
Team VTV03:06 PM, 03 Nov 21
| Updated: 03:17 PM, 03 Nov 21
ટેકાના ભાવે મગફળીની ખરીદી લાંભપાંચમથી શરૂ કરવામાં આવશે. જેમા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરથી ખરીદીની શરૂઆત કરશે. સાથેજ સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી લાભપાંચમથી થશે શરૂ
જામનગરથી ખરીદીની શરૂઆત કરવામાં આવશે
કૃષિમંત્રી રાઘવજી પટેલ ખરીદીની કરશે શરૂઆત
છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી આ માહિતી સામે આવ્યા બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
90 દિવસ સુધી ખરીદી કરવામાં આવશે
કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરથી ખરીદીનો પ્રારંભ કરાવશે. જેમા સરકાર દ્વારા 90 દિવસ સુધી મગફળીની ટેકના ભાવે ખરીદી કરવામાં આવશે. મગફળીની ખરીદીને લઈને અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમા ક્યારના ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
સોયાબીન, અડજ અને મગની ખરીદી પણ થશે શરૂ
ઉલ્લેખનીય છે કે મગફળીની ખરીદીની સાથે સોયાબીન અડદ અને મગની ખરીદી પણ કરાવામાં આવશે. એટલે જે પણ ખેડૂતો સોયાબીન અડદ અને મગની વેચાણ કરવાના છે. તેમના માટે પણ સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. કારણકે મગફળીની સાથે સાથે તેની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.