બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો એક ખેડૂત પાસેથી કેટલા મણ મગફળી ખરીદાશે

જામનગર / આજથી ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો એક ખેડૂત પાસેથી કેટલા મણ મગફળી ખરીદાશે

Last Updated: 11:01 AM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી થશે. 160 થી વધુ કેન્દ્રો પર ટેકાનાં ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન પાન ખરીદાશે. સરકાર 12.78 લાખ મેટ્રીક ટેન જણસની ખરીદી કરશે.

રાજ્યમાં આજથી ટેકાનાં ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરી છે. રાજ્યનાં 160 થી વધુ કેન્દ્રો પર ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવનાર છે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્યનાં 3,33,000 થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. તમામ ખેડૂતો પાસેથી રૂા. 1356.60 પ્રતિ મણનાં ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4000 કિગ્રા. એટલે કે 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.

કઈ કઈ જણસીની ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂા. 7645 કરોડનાં મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂા. 450 કરોડનાં મૂલ્યની 9200 મેટ્રીક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ, રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગ મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

વધુ વાંચોઃરાષ્ટ્રીય શિક્ષણ દિવસ: ગુજરાત સરકારની આ બે યોજનાથી વિદ્યાર્થીઓને મોટો લાભ, 214 કરોડની કુલ સહાય

એક જ દિવસમાં 80 હજાર ગુણી મગફળીની આવક

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે. એક જ દિવસમાં 80 હજાર ગુણી મગફળીની આવક થતા હાપા યાર્ડ મગફળીથી ઉભરાયું છે. હજુ પણ મગફળીની આવક સતત ચાલુ છે. માર્કેટિંગ યાર્ડ ખાતે 900 જેટલા વાહનો મગફળી લઈને આવ્યા જેમાં દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ જિલ્લાના ખેડૂતો મગફળી વેચવા હાપા યાર્ડ પહોંચ્યા હતા. યાર્ડમાં આવક થયેલી મગફળીમાંથી 60 ટકા મગફળી 9 નંબર અને 66 નંબરની છે. ખેડૂતોને આ મગફળીના 1800 થી લઈને 2200 સુધી ભાવ મળી રહ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો બીજી તરફ તેલંગાણાના વેપારીઓ મગફળી ખરીદવા હાપા માર્કેટ યાર્ડ ખાતે ઉમટ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar News Hapa Market Agriculture Minister Raghavji Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ