પંજાબ બાદ હવે રાજસ્થાનમાં સીએમ બદલાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પંજાબ વિવાદની કિંમત રાજસ્થાનને પણ ભોગવવી પડી શકે છે
પંજાબ બાદ રાજસ્થાનમાં સચિન પાયલટના બેડામાં ઉત્સાહ ભરાયો
પાયલટની રાહુલ સહિત ઉચ્ચ દરજ્જાના નેતાઓ સાથે મુલાકાત થઈ ગઈ
પંજાબ વિવાદની કિંમત રાજસ્થાનને પણ ભોગવવી પડી શકે છે
પંજાબમાં આંતરિક વિવાદને પગલે સીએમ બદલવા પડ્યા છે. ત્યારે આ આંતરિક કલેશની કિંમત રાજસ્થાનને પણ ભોગવવી પડી શકે છે. કોંગ્રેસ પાર્ટીએ એ પોતાના દમ પર ફક્ત 3 રાજ્યોમાં સરકાર બનાવી છે અને દરેક જગ્યાએ આંતરિક કલેશ હવે છુપાયેલી નથી.
પંજાબ બાદ રાજસ્થાનમાં સચિન પાયલટના બેડામાં ઉત્સાહ ભરાયો
મનાઈ રહ્યું છે કે પંજાબ બાદ રાજસ્થાનમાં સચિન પાયલટના બેડામાં ઉત્સાહ ભરાયો છે અને એક વાર ફરી અહીં અશોક ગહેલોતને હટાવવાની માંગ જોર પકડી શકે છે. રાજસ્થાનમાં સીએમ અશોક ગહેલોત અને પૂર્વ ડેપ્યૂટી સીએમ સચિન પાયલટની વચ્ચેના મતભેદને એક વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. હાઈકમાનની દખલ બાદ બન્ને નેતાએના બેડાની વચ્ચે સીઝફાયર જરુર થયું પરંતુ હજું પણ પાયલટના બેડાના ધારાસભ્યોમાં કેબિનેટ ફેરફારનો વાયદો પુરો ન કરવાની નારાજગી યથાવત છે.
પાયલટની રાહુલ સહિત ઉચ્ચ દરજ્જાના નેતાઓ સાથે મુલાકાત થઈ ગઈ
પાયલટના એક નજીકના નેતાએ એક ન્યૂઝ પેપરને કહ્યું કે અમને જલ્દી સારા સમાચાર મળવાની આશા છે. તેમણે જણાવ્યું કે પાયલટની રાહુલ સહિત કોંગ્રેસના અનેક ઉચ્ચ દરજ્જાના નેતાઓ સાથે પહેલા જ મુલાકાત થઈ ગઈ છે અને તેમને ભરોસો છે કે આવનારા કેટલાક અઠવાડિયામાં અનેક મોટા નિર્ણય લેવાશે.
રાજસ્થાનમાં સ્થિતિ પંજાબથી અલગ છે કેમ કે...
જો કે રાજનીતિકોનું કહેવું છે કે રાજસ્થાનમાં સ્થિતિ પંજાબથી અલગ છે કેમ કે ગહેલોતની હજું પણ પાર્ટી પર પકડ છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહને પોતાની જ પાર્ટીના લોકો સીએમ પદ પર નહોંતા જોવા માંગતા. ત્યારે પંજાબમાં માર્ચ 2022માં જ વિધાનસભા ચૂંટણી થવાની છે જ્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 2 વર્ષથી વધારેનો સમય બાકી છે.
ગહેલોતને દિલ્હીના સીએમ જાહેર કર્યા હતા
પોલિટિકલ એનાલિસ્ટ મનીષ ગોઢા રાજસ્થાનમાં પંજાબ જેવી સ્થિતિ થવાની શક્યતાને ફગાવતા કહ્યું કે ગહેલોત ગાંધી પરિવારની ઘણી નજીક છે. જો કે તેમણે એમ જરુર કહ્યું કે પાર્ટી નેતૃત્વને નેતાઓની નારાજગી દૂર કરવાની રીત શોધવી પડશે કેમ કે સમય ઝડપથી હાથમાંથી નીકળી રહ્યો છે. જો કે ગહેલોકના નજીકના લોકોનું કહેવું છે કે અમરિંદર અને રાજસ્થાન સીએમમાં સૌથી મોટું અંતર એ જ છે કે કેપ્ટન મુખ્યમંત્રી પદ માટે હાઈકમાનની પસંદ નહોંતા. જ્યારે ગહેલોતને દિલ્હીના સીએમ જાહેર કર્યા હતા. આ સાથે ગહેલોતના સમર્થનમાં 100થી વધારે ધારાસભ્ય છે.