પઠાણકોટ એક વખત ફરી હુમલા વડે ધ્રુજી ઉઠ્યું હતું. લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.
પંજાબનું પઠાણકોટ ફરી ચર્ચામાં
બાઇક સવારોએ કર્યો ગ્રેનેડ હુમલો
સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર
આજે રાત્રે પંજાબના પઠાણકોટથી મોટા સમાચાર આવ્યા હતા.
બાઇક સવારોએ કર્યો ગ્રેનેડ હુમલો
શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી દ્વાર ગેટ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે. SSP પઠાણકોટ સુરિન્દર લાંબા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે. સૈન્ય વિસ્તારની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાંથી કડીઓ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
Punjab | A grenade blast took place near Triveni Gate of an Army camp in Pathankot. Further investigation is underway. CCTVs footage will be probed: SSP Pathankot, Surendra Lamba pic.twitter.com/NsVSQxz0eF
ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંકાયો
મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે પઠાણકોટના કાથવાલા પુલથી ધીરા તરફ જઈ રહેલા સેનાના ત્રિવેણી ગેટ પર મોટરસાઈકલ સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે, ગેટ પર ફરજ પરના જવાન થોડા અંતરે હતા. જેથી કોઈને ઈજા થઈ ન હતી.
હાલ તો સૈન્ય અધિકારીઓ પણ એ કહી શકતા નથી કે ગ્રેનેડ ફેંકનારા બાઇક સવારો ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા હતા.
વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરિન્દર લાંબા, એસએસપી, પઠાણકોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મોડી રાત્રે કેટલાક લોકો મોટર સાઇકલ પર આવ્યા અને સેનાના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. બાઇક પર કેટલા લોકો હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા હતા તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. સેનાના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. તમામ પોઈન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.