બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 11:18 AM, 8 December 2023
ADVERTISEMENT
વર્ષ 2023નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. જેથી તમારે જરૂરી કામ પૂર્ણ કરી લેવા જોઈએ. જો નાણાંકીય બાબતો અંગેનું કામ બાકી હોય તો ઝડપથી પૂર્ણ કરી લેવું જોઈએ. જો તમારું ખાતુ પંજાબ નેશનલ બેન્કમાં છે તો PNB બેન્કે તેમના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે.
પંજાબ નેશનલ બેન્કે એક જરૂરી પોસ્ટ કરી છે ગ્રાહકોને KYC અપડેટ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જો તમારું પણ PNB બેન્કમાં એકાઉન્ટ છે અને KYC અપડેટ કરવાનું બાકી હોય તો કરાવી લો, નહીંતર તમારું બેન્ક એકાઉન્ટ બંધ થઈ શકે છે.
ADVERTISEMENT
PNB KYC અપડેટ
PNBએ ટ્વિટર પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, RBIના આદેશ અનુસાર તમામ ગ્રાહકોએ KYC અપડેટ કરવું જરૂરી છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં KYC અપડેટ કરાવ્યું નથી તો તમારે બેન્કિંગ સેવા, રજિસ્ટર્ડ ઈમેઈલ, પોસ્ટ અથવા રૂબરૂ જઈને 18 ડિસેમ્બર સુધીમાં KYC અપડેટ કરાવવાનું રહેશે, નહીંતર બેન્ક એકાઉન્ટ બંધ થઈ શકે છે.
Important Announcement!
— Punjab National Bank (@pnbindia) December 5, 2023
Please take a note!#Announcement #KYC #PNB #Digital #Banking pic.twitter.com/g0C3sRGEGs
KYC અપડેટ માટેના ડોક્યુમેન્ટ
KYC અપડેટ કેવી રીતે કરવું
RBIના આદેશ અનુસાર તમામ ગ્રાહકોએ KYC અપડેટ કરાવવું જરૂરી છે. બેન્ક એકાઉન્ટમાં 5 વર્ષમાં કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવ્યું નથી અને KYC અપડેટ કરાવ્યું નથી તો KYC અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે. KYC અપડેટ કરવા માટે બેન્કમાં ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહે છે અને ફોર્મ ભરીને અટેચ કરાવવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.