બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:23 PM, 21 June 2024
સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેંકમાં કરોડો લોકોના એકાઉન્ટ આવેલા છે. જો તમારું સેવિંગ એકાઉન્ટ પણ આ બેંકમાં છે તો આ ખબર તમારા છે. બેંકે પોતાના અપડેટમાં જણાવ્યું છે કે, જે એકાઉન્ટ વર્ષોથી બંદ છે તેમને બંદ કરી દેવામાં આવશે. PNBએ જાહેરાત કરી છે કે, જે એકાઉન્ટમા ત્રણ વર્ષથી કોઈ લેવડ દેવડ નથી થઈ તેમને બંદ કરી દેવાશે.
ADVERTISEMENT
PNBએ તેવા એકાઉન્ટ બંદ કરવાની પણ ઘોષણા કરી છે જેમાં કોઈ રકમ નથી પડી. બેંક આવા ખાતાને નિષ્ક્રિય માનીને બંદ કરી દેશે. બેંકે જણાવ્યું કે જે એકાઉન્ટ ત્રણ વર્ષથી નિષ્ક્રિય છે તેને 1 જુલાઈના રોજ બંદ કરી દેવામાં આવશે. જો તમારી પાસે કોઈ એવુ એકાઉન્ટ હોય તો 30 જૂન પહેલા એક્ટિવ કરવા બેંકનો સંપર્ક કરવો, 30 જૂન સુધી તેમાં કોઈ લેવડ દેવડ કરી એક્ટિવ કરી શકો છો.
ADVERTISEMENT
બેંક દ્વારા એવા ગ્રાહકોને ફોન, મેસેજ, મેઇલ કે સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપવામાં આવી રહી છે જેનું એકાઉન્ટ 3 વર્ષથી નિષ્ક્રિય છે. આવા નિષ્ક્રિય એકાઉન્ટને બંદ કરી તેનો મિસયુઝ રોકવા આ પગલું ભરવામાં આવ્યું છે. PNB કોઈ પણ નોટિસ વગર 30 જૂન બાદ આવા એકાઉન્ટ બંદ કરી નાખશે.
વાંચવા જેવું: SITએ રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપ્યો, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે
આ પ્રક્રિયામાં પંજાબ નેશનલ બેંક એવા ખાતાને બંદ નહીં કરે જે ડીમેટ એકાઉન્ટથી લિંક છે. જેના ખાતાધારક 25 વર્ષથી નાના વિદ્યાર્થી છે કે સગીર વિદ્યાર્થી છે તેમના એકાઉન્ટ પણ બંદ કરવામાં નહીં આવે. આ સિવાય જેમને સરકારી યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવ્યું હશે તેમનું ખાતું પણ બંદ કરવામાં નહીં આવે. PNB દ્વારા નિષ્ક્રિય ખાતા જો એકવાર બંદ કરી દેવામાં આવશે તો પછી તેને એક્ટિવ કરવા KYC કરાવાનું થશે. આ KYC માટે બેંકમાં જઈ PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, એડ્રેસ પ્રૂફ જેવા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.