બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:04 PM, 19 September 2024
પત્નીના લગ્ન બહારના સંબંધો હોય તો પણ તે તેના બાળકના પ્રેમમાં ખોટ આવવા નથી દેતી એટલે કે પત્ની વ્યભિચારી હોય તો પણ તે તેના બાળકોને એટલા જ પ્રેમ આપે છે. મા તો મા હોય છે આ કહેવત હાઈકોર્ટે પણ માનવી પડી છે.
ADVERTISEMENT
માતાનો વ્યભિચાર સગીર બાળકની કસ્ટડી મેળવવામાં અડચણ નહીં
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું કહ્યું કે માતાનો વ્યભિચાર સગીર બાળકની કસ્ટડી મેળવવામાં કોઈ અડચણ નથી, કારણ કે આમ કરતી વખતે પણ તે બાળકોને માતૃત્વનો પ્રેમ આપવા સક્ષમ છે. અરજી દાખલ કરતી વખતે, મહિલાએ ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેના હેઠળ તેણીને તેના 3 અને 6 વર્ષના બાળકોની કસ્ટડીનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
2016થી અલગ રહે છે કપલ
આ કપલને બે બાળકોનો જન્મ થયો હતો. પતિ-પત્ની 2016થી અલગ રહે છે. ત્યારથી બાળકો તેમના પિતા અને દાદા-દાદી સાથે રહે છે. માતા વતી વકીલે દલીલ કરી હતી કે બાળકો સાથે તેમના દાદા-દાદી દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવે છે અને તેમની કાળજી લેવામાં આવતી નથી પરંતુ તેના સાસરિયાએ એવો દાવો કર્યો છે કે અલગ રહેતી હોવાથી પત્નીને બીજા સાથે લફરુ છે અને તેથી તે બાળકની સારી રીતે સંભાળ ન લઈ શકે જોકે પત્નીએ આ દલીલનો ઈન્કાર કરીને પોતાના બાળકોની કસ્ટડી માગી હતી.
બાળક માટે માતાના પ્રેમમાં કદી ખોટ નથી આવતી
પુરુષ પ્રધાન સમાજમાં મહિલાના ચરિત્ર પર શંકા ઉઠાવવી સામાન્ય વાત છે. મોટાભાગે આ આક્ષેપો કોઈ આધાર કે પાયા વગર કરવામાં આવે છે. જો એવું માની લેવામાં આવે કે સ્ત્રી લગ્નની બહારના સંબંધોમાં છે, તો પણ એવા નિષ્કર્ષ પર ન આવી શકાય કે તે બાળકની સારી માતા નહીં બની શકે. લગ્નજીવનમાં પત્ની વ્યભિચારી હોય તો પણ તેને બાળકોની કસ્ટડી મેળવવામાંથી ન અટકાવી શકાય. તેણી તેના બાળકો પર સંપૂર્ણ માતૃત્વ પ્રેમ અને સ્નેહથી વરસે છે. હાલમાં હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નવા આદેશ સુધી બાળકોના પિતા અને દાદા-દાદીને બાળકોની કસ્ટડી માતાને સોંપવાનો આદેશ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.