બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'વગર છૂટાછેડાએ અલગ રહેતી મહિલા કરાવી શકે છે ગર્ભપાત, એની માટે...', હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Last Updated: 12:31 PM, 15 January 2025
પંજાબ-હરિયાણા હાઇકોર્ટ:યાચિકાએ પોતાના 18 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવા માટે મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલને મંજૂરી આપવા માંગ કરી છે, આ સ્ત્રી દહેજના કારણે સાસરિયાં પક્ષથી હેરાન કરવામાં આવવાના લીધે તેના પતિથી અલગ રહે છે, અને આ કેસમાં પતિની અનુમતિ વગર જ તેને ગર્ભપાત માટે મંજૂરી અપાઈ છે. હાઇકોર્ટે મામલા સંબંધી તમામ તથ્યોને આધારે આ નિર્ણય સંભળાવ્યો હતો.
ADVERTISEMENT
અનિચ્છનીય ગર્ભાવસ્થાની થઈ શકે છે શારીરક અને આર્થિક અસર
ADVERTISEMENT
હાઇકોર્ટે જાણ્યું કે અરજદાર ઘરેલુ હિંસાને કારણે તેના પતિથી અલગ છે પરંતુ કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા નથી, પરંતુ તે તેના પતિથી અલગ રહેતી હોવાના કારણે પતિની સંમતિ વિના ગર્ભપાત કરવી શકે છે હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ મહિલાને અનિચ્છનીય ગર્ભાવસ્થા માટે દબાણ કરવામાં આવે છે તો તેને શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડી શકે છે. બાળકના જન્મ પછી પણ આવી ગર્ભાવસ્થાના પરિણામોનો સામનો કરવાથી અરજદાર પર વધારાનો બોજ પડે છે. આનાથી તેના રોજગાર અને પરિવારની આવકમાં યોગદાન જેવા પરિબળો પર અસર પડી શકે છે.
પતિની મંજૂરી વિના ગર્ભપાત
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, કોર્ટે અરજીને મંજૂરી આપી અને અરજદારને આદેશના ત્રણ દિવસની અંદર સંબંધિત સીએમઓનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો. જોકે અરજદાર વિધવા કે છૂટાછેડા લીધેલી મહિલા નથી, તેણે કાયદેસર પરિસ્થિતવન અનુરૂપ છૂટાછેડા લીધા વિના તેના પતિથી અલગ રહેવાનું નક્કી કર્યું હોવાથી, તે ગર્ભપાત કરાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.