બ્રેકિંગ ન્યુઝ
VTV / punjab government employees to be sent on compulsory leave after september 15
Kavan
Last Updated: 08:33 PM, 10 September 2021
ADVERTISEMENT
પંજાબ સરકારે રાજ્યના કર્મચારીઓને 15 સપ્ટેમ્બર સુધી વૅક્સિનનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ લેવા માટે જણાવી દીધું છે. જો કોઈ સરકારી કર્મચારી 15 સુધી વૅક્સિનનો પ્રથમ ડોઝ નહીં લે તો પછી તેને જબરદસ્તીથી રજા પર મોકલી દેવામાં આવશે. વૅક્સિનેશન વધાર માટે કૅપ્ટન સરકાર તરફથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કોરોના પ્રતિબંધોને વધારવાનો પણ આદેશ આપી દેવાયો છે.
ADVERTISEMENT
15 સપ્ટેમ્બર સુધી વૅક્સિનનો એક ડોઝ લેવો પડશે
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે શુક્રવારે જાહેરાત કરી કે સ્વાસ્થ્યના કારણ સિવાય જો 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના સરકારીકર્મીઓએ કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ પણ નહીં લીધો હોય તો આવા કર્મીઓને અનિવાર્યરૂપથી રજા પર મોકલી દેવાશે.
સરકારે કેમ લીધો આવો કડક નિર્ણય?
સત્તાવાર નિવેદન મુજબ મુખ્યમંત્રીએ આ કડક નિર્ણય લીધો છે જેથી લોકોને મહામારીથી બચાવી શકાય. આ ઉપરાંત તે બાબતની ખાતરી કરવામાં આવે કે વૅક્સિન લઈ લીધેલા લોકો વૅક્સિન ન લીધેલા લોકોને કારણ સંક્રમિત ન થાય.
હજુ પણ લોકો વૅક્સિન નથી લગાવી રહ્યા
વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે થયેલા હાઈલેવલ કોવિડ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આંકડાના વિશ્લેષણથી એ ખ્યાલ આવે છે કે વૅક્સિન મહામારી વિરુદ્ધ પ્રભાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને રસી લગાવવા માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. એવા કર્મચારી જે હજુ પણ રસી લેવાથી બચી રહ્યાં છે તેમને ત્યાં સુધી રજા પર મોકલી દેવામાં આવશે જ્યાં સુધી તેઓ રસીનો પ્રથમ ડોઝ લઈ ન લે.
પ્રતિદિન 50 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવે
મુખ્યમંત્રીએ સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ હેઠળ ટેસ્ટને વર્તમાન 45,000 પ્રતિ દિનથી વધારીને ઓછામાં ઓછા 50,000 પ્રતિ દિન કરવાનો આદેશ અપાયો છે. તપાસની સાથે સાથે આઉટરિચ શિબિર અને ટેસ્ટ કરવામાં આવે તેવું પણ જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.