punjab farmer protest condition msp issue government real life
સત્ય /
ખેડૂત આંદોલનની આગેવાની કરી રહ્યું છે પંજાબ, જ્યાં દર ત્રીજો ખેડૂત ગરીબી રેખા નીચે, આત્મહત્યા કરવા મજબૂર
Team VTV01:16 PM, 02 Dec 20
| Updated: 01:20 PM, 02 Dec 20
દિલ્હીની સરહદ પર છેલ્લા એક અઠવાડીયાથી અડિંગો જમાવીને બેઠા છે ખેડૂતો. પંજાબથી લઈને હરિયાણા સુધી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને કૃષિ કાયદામાં પરિવર્તનની માંગ કરવામાં આવી રહી છે. ગત દિવસોમાં સરકાર અને ખેડૂત સંગઠનોની ચર્ચા પરિણામ વિહોણી રહી પરંતુ વાતચીતનો દોર હજું ચાલું છે. ખેડૂતોના આ આંદોલનની લડાઈ પંજાબના ખેડૂતો લડી રહ્યા છે. જેમના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ ધનિક છે. પરંતુ હકિકત કંઈક અલગ જ દ્રશ્ય સર્જી રહી છે.
પંજાબનો દર ત્રીજો ખેડૂત ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે
પંજાબના 96 ટરા ખેડૂતો ગરીબ છે જ્યારે ધનિક ખેડૂતો ફક્ત 4 ટકા છે
દેશને રાશનની જરુર પડે છે તો પંજાબના ખેડૂતો સૌથી આગળ હોય છે
પંજાબના ખેડૂતો લડી રહ્યા છે આ જંગ
કૃષિ કાયદો પાસ થયા બાદથી પંજાબના ખેડૂતો મોટા સંખ્યામાં રસ્તાઓ પર છે. ભલે પછી દિલ્હી કૂચ એક અઠવાડિયા પહેલા કરી હોય પરંતુ 2 મહિનાથી આ આંદોલન પંજાબના રસ્તા પર જોવા મળી રહ્યું છે. પંજાબના ખેડૂતોને લઈને એવું દર્શાવાઈ રહ્યું છે કે તે ખૂબ અમીર ખેડૂતો છે અને તેમને આ કાયદાથી કોઈ સમસ્યા નથી. પરંતુ જો પંજાબના ખેડૂતોના આંકડા જોઈએ તો સમસ્યા ગંભીર છે.
પંજાબનો દર ત્રીજો ખેડૂત ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે
જ્યારે ખેડૂતોએ આંદોલન માટે પંજાબથી દિલ્હી માટે કૂચ કરી તો મોટી મોટી ગાડીઓ પર સવાલ ઉઠ્યા કે શું કેટલાક ખેડૂતોએ સામાન્ય ખેડૂતોના નામ પર સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હકિકત એ છે કે પંજાબના મોટા ભાગના ખેડૂતો ગરીબ અને લાચાર છે. તેમની લાચારી આ આંદોલનમાં રોડના કિનારા પર સ્પષ્ટ વર્તાઈ રહી છે. પંજાબનો દર ત્રીજો ખેડૂત ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે અને તે આત્મહત્યા કરી ચૂક્યો છે.
આ છે સ્થિતિ
પંજાબનો દર ત્રીજો ખેડૂત ગરીબી રેખાની નીચે જીવન વિતાવી રહ્યો છે.
પંજાબના 96 ટરા ખેડૂતો ગરીબ છે જ્યારે ધનિક ખેડૂતો ફક્ત 4 ટકા છે
નાના અને મધ્ય ખેડૂતો તણાવમાં જ રહે છે જેમાંથી હજારો ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.
2000થી 2011ની વચ્ચે 3500થી વધારે ખેડૂતો ખરાબ હાલતને કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે.
દુનિયા ભરમાં આંદોલન ગાજ્યું
ઉલ્લેખનીય છે કે પંજાબના લગભગ 30થી વધારે ખેડૂત સંગઠનોએ મુખ્ય રુપે આ આંદોલનનો પાયો બન્યા છે. જેમની સાથે સરકાર પણ વાત કરી રહી છે. આ સંગઠનોના હજારો ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર-ટ્રોલીમાં રાશન અને રહેવાનો સામાન લઈને દિલ્હી કુચ કરી છે. જેમનો દાવો છે કે તેઓ આવતા 4-5 મહિનાના રાશનની સાથે ચાલી રહ્યા છે. પંજાબમાં ગત દિવસોમાં મહિલાઓ , વુદ્ધો, બાળકો અને યુવાનો રસ્તા પર ઉતર્યા છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણા તે રાજ્યોમાંના એક છે જે મોટી સંખ્યામાં સરકારને અનાજ ઉપલબ્ધ કરાવે છે. તેવામાં દેશને રાશનની જરુર પડે છે તો પંજાબના ખેડૂતો સૌથી આગળ હોય છે. પંજાબના ખેડૂતોના આંદોલનની અસર એ છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સહિત દુનિયાના અનેક નેતાઓનું ધ્યાન આ તરફ ગયું છે અને તેમણે પોતાનો મત રજૂ કર્યો છે.