બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / શ્રેયસને 'શ્રેય'! લો સ્કોરિંગ મેચમાં પંજાબે મારી બાજી, KKR સામે 16 રનથી ભવ્ય વિજય
Last Updated: 10:51 PM, 15 April 2025
શરૂઆતમાં મજબુત દેખાતી KKRની ટીમ બાદમાં પત્તાની જેમ વિખેરાઇ ગઇ હતી,અને એક પછી એક વિકેટો પડતી ગઇ હતી.જો ટીમના સ્કોરની વાત કરવામાં આવે તો ડિકોક 2 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.સુનિલ નારાયન 5 રન,કેપ્ટન રહાણે 17 રન,રગુવંશીએ 37 રન કર્યા હતા.બાદમાં રસલે ટીમની કમના સંભાળી હતી.પરંતું તે પણ આઉટ થઇ ગયો હતો અને પંજાબના બોલરોના શાનદાર પ્રદર્શનથી લો સ્કોરીગ મેચમાં પંજાબનો 16 રને વિજય થયો હતો
ADVERTISEMENT
KKRના બોલરોના શાનદાર પ્રદર્શન
હર્ષિત રાણાના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી, KKR એ પંજાબને 15.3 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ KKR બોલરોએ શાનદાર બોલિંગ કરી જેના કારણે પંજાબની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહીં. પંજાબ તરફથી ઓપનર પ્રભસિમરન સિંહે સૌથી વધુ રન બનાવ્યા. પ્રભસિમરન સિંહે ૧૫ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૩૦ રન બનાવ્યા.
ADVERTISEMENT
VARUN CHAKRAVARTHY DECEIVES MAXWELL WITH A BEAUTY. 🤯pic.twitter.com/COdmEukTXK
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025
PBKS સ્કોર કાર્ડ
પ્રથમ બેટિંગ કરતા, પ્રભસિમરન અને પ્રિયાંશ આર્યએ ટીમને સારી શરૂઆત અપાવી અને ટીમે માત્ર ત્રણ ઓવરમાં 30 રનનો આંકડો પાર કરી દીધો. જોકે, ચોથી ઓવર નાખવા આવેલા હર્ષિતે પ્રિયાંશને આઉટ કરીને પંજાબ માટે પ્રથમ સફળતા અપાવી, જે 12 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી પંજાબની ટીમની વિકેટો પડી ગઇ અને તેમણે સતત વિકેટો ગુમાવી. સારા ફોર્મમાં રહેલા કેપ્ટન શ્રેયસ ઐયર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં.
𝘈𝘴 𝘥𝘦𝘭𝘪𝘨𝘩𝘵𝘧𝘶𝘭 𝘢𝘴 𝘪𝘵 𝘤𝘢𝘯 𝘨𝘦𝘵 🤌
— IndianPremierLeague (@IPL) April 15, 2025
Ajinkya Rahane & Angkrish Raghuvanshi ignite the #KKR chase with some beautiful sixes 💜
Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/YQxJJep9z3
પંજાબની બેટિંગ નબળી
પંજાબની બેટિંગ એટલી નબળી હતી કે ટીમના ફક્ત પાંચ બેટ્સમેન જ બે આંકડા સુધી પહોંચી શક્યા. પંજાબ તરફથી શશાંક સિંહે 18 રન બનાવ્યા, જેનાથી ટીમનો સ્કોર 100 થી વધુ થયો. ઝેવિયર બાર્ટલેટે 11, નેહલ વાઢેરાએ 10, ગ્લેન મેક્સવેલે 7, સૂર્યાંશ શેડગે 4 અને માર્કો જેનસેને 1 રન બનાવ્યો.અર્શદીપ સિંહ એક રન બનાવીને અણનમ પાછો ફર્યો.
HARSHIT RANA PICKED ARYA AND IYER IN THE SAME OVER. 🤯 pic.twitter.com/n6m5Fr88rK
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025
હર્ષિત સૌથી સફળ બોલર
KKR તરફથી હર્ષિત સૌથી સફળ બોલર રહ્યો જેણે ત્રણ ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ લીધી. તેમના સિવાય વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ લીધી, જ્યારે વૈભવ અરોરા અને એનરિચ નોર્ટજેને એક-એક વિકેટ મળી.
PBKS vs KKR: બંને ટીમોનો પ્લેઈંગ-11
પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, જોશ ઈંગ્લિસ, શશાંક સિંઘ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
કોલકાતા નાઈટ રાઈડર્સ : ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, એનરિચ નોર્ટજે, વરુણ ચક્રવર્તી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટ / શમી બાદ વધુ એક ભારતીય ક્રિકેટરની વધી મુશ્કેલી, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.