બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Punjab Chief Minister Channy is once again embroiled in controversy

નવો વિવાદ / પંજાબના CM ચન્નીએ કર્યું કઈક એવું ફરી વિવાદોમાં ફસાયા, વિપક્ષે મુખ્યમંત્રી પર કર્યા આકરા પ્રહાર

Ronak

Last Updated: 06:33 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મુખ્યમંંત્રી ચન્ની ફરી વિવાદોમાં ફસાયા છે. જેમા તેઓ તેમના આવાસ સ્થાને મોહાલી એરપોર્ટ સરકારી હેલિકોપ્ટરમાં ગયા હતા. જેના કારણે તેઓ વિવાદોમાં ફસાયા છે. કારણકે તેમના આવાસ સ્થાનેથી માહોલી એરપોર્ટ માત્ર 25 કિમી દૂર છે.

  • પંજાબના મુખ્યમત્ર ચન્ની ફરી વિવાદોમાં ફસાયા 
  • 25 કિમીનું અંતર કાપવા હેલિકોપ્ટરનો કર્યો ઉપયોગ 
  • હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા મુખ્યમંત્રી વિવાદમાં 

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એક એવો નિર્ણય લીધો કે જેના કારણે તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા છે. CM ચન્નીને ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલકાત કરવાની હતી દિલ્હી જવા માટે તેમને મોહાલી એરપોર્ટ પર પહોચવાનું હતું. પરંતુ ત્યા સુધી પહોચવા તેમણે સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો જેના કારણે તેઓ વિવાદમાં ઘેરાયા છે.

આવાસથી મોહાલી એરપોર્ટનું અંતર 25 કિમી 

આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રીના આવાસ સ્થાનથી મોહાલી એરપોર્ટનું અંતર માત્ર 25 કિમી દૂર છે. જેથી વિપક્ષ દ્વારા આ મુદ્દે તેમના પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સીએમઓ દ્વારા એવી જાણકારી આપવામાં આવી કે ચાર્ટર્ડ પ્લેન પકડવા માટે મુખ્યમંત્રી એરપોર્ટ સુદી હેલિકોપ્ટર મારફતે પહોચ્યા હતા. 

દિલ્હીમાં અમિતશાહ સાથે લીધી મુલાકાત 

વધુમાં સીએમઓ દ્વારા કહેવામાં આવ્યું કે તેમની પાસે સમય ઓછો હતો. જેના કારણે તેમણે આવાસ સ્થાનેથી મોહાલી એરપોર્ટ સુધી પહોચવા હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગત મંગળવારે તેઓ દિલ્હીમાં ગૃહમંત્રી અમિતશાહને મળવા તેમના આવાસ પર ગયા હતા. તે સમયે તેમની સાથે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ પણ હાજર રહ્યા હતા. 

રાત્રે 8 વાગ્યે અમિતશાહને મળવના હતા 

મુખ્યમંત્રી કાર્યાલાયના સૂત્રો દ્વારા એવી જાણકારી આપવામાં આવી કે મુખ્યમંત્રી રાતે 8 વાગ્યે અમીતશાહને મળવાના હતા. ત્યાથી તેઓ રાતેજ પરત આવાના હતા. હેલિકોપ્ટર રાતે ઉડી શકે તેમ ન હતું જેખી તેમણે ચાર્ટર્ડ પ્લેન ભાડેથી લધું હતું. આજ કારણે તેઓ અધ્યક્ષ કુલજીત સિંહ નાગરા અને રવનીત સિંહ બિટ્ટૂને સાથે લઈ ગયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Panjab cm new controvercy નવો વિવાદ પંજાબના મુખ્યમંત્રી વિપક્ષના પ્રહાર Punjab CM channi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ