punjab aap govt returns security cover to 424 vips after sidhu moose wala murder
BIG NEWS /
કોર્ટની ફટકાર બાદ પંજાબ સરકાર ઢીલી પડી, 424 VIPને પાછી આપી સુરક્ષા
Team VTV04:33 PM, 07 Jun 22
| Updated: 04:44 PM, 07 Jun 22
પંજાબમાં ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા અને કોર્ટની ફટકાર બાદ આમ આદમી પાર્ટીની સરકારે 424 VIPની સુરક્ષા આપી દીધી છે.
પંજાબમાં પ્રખ્યાત સિંગરની હત્યા થઈ હતી
પંજાબ સરકારે વીઆઈપીઓની સુરક્ષા હટાવી દીધી હતી
કોર્ટની ફટકાર બાદ સુરક્ષા પાછી આપી દીધી
પંજાબમાં ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા અને કોર્ટની ફટકાર બાદ આમ આદમી પાર્ટીની સરકારે 424 VIPની સુરક્ષા આપી દીધી છે. થોડા દિવસ પહેલા જ સરકારે આ VIPઓની સુરક્ષા હટાવાનો નિર્ણય લીધો હતો. તેમાં સિદ્ધુ મૂસેવાલા પણ સામેલ હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે લિસ્ટ લીક થવાને લઈને પંજાબ સરકારને પણ ફટકાર લગાવી છે.
પંજાબ સરકારે હટાવી હતી સુરક્ષા
પંજાબ સરકારનું કહેવુ હતું કે, ટૂંકા ગાળા માટે આ વીઆઈપીની સુરક્ષા હટાવામાં આવી હતી. તો વળી સિદ્ધુની હત્યા બાદ તેના પિતાએ પણ મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને સુરક્ષા હટાવાને લઈને સવાલો કર્યા હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે, કોઈ સિનિયર જજ પાસે આ કેસની તપાસ થવી જોઈએ. સિદ્ધુના પિતાએ ભગવંત માન સરકાર પાસે ન્યાયની આજીજી કરી હતી.
કોર્ટે લગાવી ફટકાર
કોર્ટે પંજાબ સરકારે કહ્યું હતું કે, જો કોઈની સુરક્ષા હટાવો છો તો, પહેલા તેની યોગ્ય રીતે સમીક્ષા થવી જોઈએ. ત્યાર બાદ આવો નિર્ણય લેવો જોઈએ. આપને જણાવી દઈએ કે, જે 424 વીઆઈપીઓની સુરક્ષા હટાવામાં આવી હતી, તેમાં શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા ચરણ જીત સિંહ ઢિલ્લો, સતગુરુ ઉદયસિંહ, સંત તરમિંદર સિંહ પણ સામેલ હતા.