બ્રેકિંગ ન્યુઝ
VTV / Punishing a person for falling in love is a crime Supreme Court
Last Updated: 02:40 PM, 7 January 2021
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શરદ બોબડેએ આજે નોંધ્યું કે કોઈને એક બીજાને પ્રેમ કરવા બદલ શિક્ષા ન કરી શકાય. આ સૌથી નિમ્ન કક્ષાનો ગુનો છે.
ADVERTISEMENT
ખાપ પંચાયતના સભ્યોએ એક યુગલ અને તેના ભાઈની હત્યાના આદેશ આપ્યા હતા
ચીફ જસ્ટિસ 3 જજનો બેન્ચ સાથે 11 ખાપ પંચાયતના સભ્યોને જામીન આપવાના કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ સભ્યોએ એક દલિત યુવક, તેના ભાઈ અને એક યુવતીની હત્યા કરવાના આદેશ આપ્યા હતા. આ યુવક યુવતી સાથે ભાગી ગયો હતો અને તેના ભાઈએ આ યુગલને ભગાડવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT
ગામડે ત્રણેયને ઝાડ ઉપર લટકાવી દેવાયા
તેઓ થોડા દિવસ પછી ગામડે એવી આશાથી પાછા ફર્યા હતા કે ગામના લોકોનો ગુસ્સો ઠંડો થઇ ગયો હશે. ગામડે તેઓ પકડાઈ ગયા હતા અને તેમને ઝાડ ઉપર ફાંસો ખવડાઈને લટકાવી દેવાયા હતા. બંને યુવકોના ગુપ્તાંગોને તેમને લટકાવતા પહેલા બાળી નાખવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશના મથુરાના મેહરાણા ગામમાં 1991માં બની હતી આ ઘટના
આ કમકમાટીભરી ઘટના ઉત્તરપ્રદેશના મથુરાના મેહરાણા ગામમાં 1991માં બની હતી. 8 આરોપીઓને ફાંસીની સજા સંભળાવાઈ હતી જ્યારે અન્યોને જન્મટીપની સજા ફટકારાઇ હતી. 2016માં અલાહાબાદ હાઇકોર્ટે તેમની ફાંસીની સજા રદ કરીને તેમને જન્મટીપની સજા ફટકારી હતી. મેહરાણા ઓનર કિલિંગને કારણે દેશભરમાં ખાપ પંચાયત દ્વારા આચરવામાં આવતી ગુનાખોરીની ટીકા કરવામાં આવી છે.
હેલ્થના કારણોસર જામીન આપવાની માંગ કરવામાં આવી છે
આ આરોપીઓને અત્યારે હેલ્થના કારણોસર જામીન આપવાની માંગ કરવામાં આવી છે. જો કે અદાલતે આગ્રા અને મથુરાની જેલના અધિકારીઓને આ આરોપીઓ સાથે વાતચીત કરીને તેમના શારીરિક અને મસ્કીટ્સ સ્વાસ્થ્ય ઉપર અહેવાલ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. આ અહેવાલમાં આરોપીને જેલની બહાર રાખવાથી તેઓ બીજાની સુરક્ષા જોખમાવી શકે છે કે કેમ તેનો પણ ઉલ્લેખ કરવા જણાવાયું છે.
બે અઠવાડિયા પછી આ કેસની ફરીથી સુનાવણી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.