બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પાપીને સજા! બળજબરી કરતા યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યું ચાકુ, ગુજરાતમાં ચોંકાવનારી ઘટના
Last Updated: 07:26 PM, 14 November 2024
વડોદરા જિલ્લામાં ફરી એક વખત લાંછન લગાડતી ઘટના સામે આવી છે. પાદરા તાલુકામાં દુષ્કર્મનો પ્રયાસની ઘટના સામે આવી છે. વૃદ્ધ ઈસમે 20 વર્ષની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગણી કરી છે. બળજબરી કરતા યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર ચાકુ માર્યુ હતું. બીભત્સ માંગણી કરનાર વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા છે. જેને પગલે ઈજાગ્રસ્ત વૃદ્ધને હાલ વડોદરા સારવાર અર્થે ખસેડાયા છે. વૃદ્ધે યુવતીને કામ છે કહી ઘર અંદર બોલાવી હતી. યુવતીએ વડુ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
એક વર્ષ અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી
ADVERTISEMENT
એક વર્ષ પહેલા પણ આ પંથકમાં આવી ઘટના બની હતી. વડોદરાના પાદરા વિસ્તારમાં રહેતી તબીબ અને સાથે વકીલાતનો અભ્યાસ કરતી યુવતી અને તેના ભાઇએ પોતાના ઘર પાસે પતરાં મારી રસ્તો બંધ કરનાર યુવાનને ઠપકો આપતા યુવાને યુવતીની છેડતી કરી હોવાનું સામે આવ્યું હતું. યુવાન દ્વારા યુવતીની છેડતી કરતા યુવતીએ લાફો મારી દેતા યુવાને મિત્ર સાથે મળી યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેથી આ બનાવ અંગે તબીબ યુવતીએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ બેદરકારી / વડોદરામાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા, સામે આવ્યું આયુષ્માન કાર્ડનું કનેક્શન
અગાઉ લવ જેહાદનો કિસ્સો પણ બની ચુક્યો છે
પાંચ વર્ષ અગાઉ આ વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો પણ બની ચુક્યો છે. પાદરા તાલુકાના એક ગામમાં લવજેહાદનો બનાવ બનવા પામ્યો છે. હિંદુ યુવતીને ગામનો મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેમાં અજમેરની હોટલમાં ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરી હવસ સંતોષી હતી. જ્યાંથી પોલીસે બાતમીના આધારે બંનેને પકડી પાદરા ખાતે લાવ્યા હતા. જ્યાં યુવતીએ આપવીતી કહેતા પોલીસે મુસ્લિમ યુવક ઉપર દુષ્કૃત્યનો ગુનો નોંધી ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.