બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / puneeth rajkumar death heart attack cardiac arrest in young people tlif

હેલ્થ / આ આદતોના કારણે નાની ઉંમરમાં લોકો થઈ રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર, તમે પણ કરતા હોવ આવી ભૂલો તો ચેતી જજો

Arohi

Last Updated: 12:01 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં 40 વર્ષના ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

  • હાર્ટ એટેક આવવા પાછળના આ છે કારણો 
  • નાની ઉંમરમાં એક્ટર્સ થઈ રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 
  • જાણો એક્સપર્ટ્સ શું કહે છે

સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું નિધન થઈ ગયું છે. 46 વર્ષના પુનીતનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. પુનીતના મોતની સાથે જ ટ્વીટર પર એક વખત ફી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના વધતા મામલા પર ચિંતા વધતી જઈ રહી છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં 40 વર્ષના ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું છે. યુવાઓમાં હાર્ટ એટેકના વધતા કેસોની પાછળ એક્સપર્ટ્સ ઘણા કારણો માને છે. 

સિગરેટ અને દારૂ 
આજકાલ મોટાભાગના યુવાનો 18થી 25 વર્ષની ઉંમરમાં જ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન કરવાનું શરૂ કરી રહ્યા છે. ડોક્ટરોનું માનીએ તો યુવાઓની આ આદત તેમના કાર્ડિયોવસ્કુલર ડિઝીઝનો શિકાર બની રહી છે. હકીકતે, કાર્ડિયોવસ્કુલર હાર્ટ ડિઝીઝ એક ગંભીર સમસ્યા છે. જે તેમના પ્રકારને હૃદય રોગના કારણે બને છે. ડોક્ટર્સનું કહેવું છે કે જે યુવક દિવસભરમાં 10 સિગરેટ પીવે છે. તેમનામાં હાર્ટ એટેકનો ખતરો 50 ટકા સુધી વધી જાય છે. 

જંક ફૂડ 
આજની મોટાભાગની યુવા પેઠી પોતાની ભુખ સંતોષવા માટે ઘરના ભોજનની જગ્યા પર જંક ફૂડ પર નિર્ભર રહે છે. તેમની થાળીમાં મોટાભાગે તળેલી વસ્તુઓ હોય છે. જેના કારણે શરીરમાં કેલેરીની માત્રા વધી જાય છે. જેની ખરાબ અસર સીધી હાર્ટ પર પડે છે. ખરાબ ભોજન અના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે જે હાર્ટ બિટ ઝડપથી વધવાનું કામ કરે છે. 

વર્ક પ્રેશર 
બિઝી લાઈફસ્ટાઈલ અને ભાગદોડના કારણે યુવાનો આજકાલ પોતાની ડાયેટને સીરીયસલી નથી લઈ રહ્યા. ભૂખ લાગવા પર તે બહાર મળતા જંક ફૂડ પર નિર્ભર કરે છે. સતત કલાકો સુધી કામ કરવા અને જંક ફૂડનું સેવન કરવાની સીધી અસર બ્લડ વેસેલ્સ પર પડે છે. અજ કારણ છે કે કામ ઉંમરમાં જ આજકાલ યુવા બ્લડ પ્રેશરનો શિકાર બનતા જઈ રહ્યા છે. 

સ્ટેરોઈડના સાઈડ ઈફેક્ટ 
યુવાઓ પર બોલિવુડ સેલિબ્રિટીઝનો ક્રેઝ એટલો વધી ગયો છે કે તે તેમના જેવી બોડી બનાવવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો વહેવડાવે છે. પરસેવા સુધી તો ઠીક છે પરંતુ ઘણી જગ્યા પર યુવાઓને હેવી ન્યૂટ્રીશન લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ન્યૂટ્રીશનના ચક્કરમાં યુવા એમ્બોલિક સ્ટેરોયડ જેવા પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. 

સ્ટ્રેસ 
કામના કારણે આજકાલ યુવાનોમાં માનસિક તણાવ પણ ખૂબ રહે છે. વધુ સ્ટ્રેસ લેવું ખૂબ હાનિકારક છે. એન્ઝાઈટી ડિસઓર્ડના કારણે સ્ટ્રેસ હોર્મોન કાર્ટિસોલ પણ વધી જાય છે. આ કારણે હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. અમુક લોકો સ્ટ્રેસ ઓછુ કરવા માટે સ્મોકિંગ શરૂ કરી દે છે. જે હાર્ટના ખતરાને વધારે છે. 

ફિટ દેખાવવાની ઈચ્છા 
એક્સપર્ટ્સના અનુસાર હાર્ટ એટેકથી બચવા માટે માનસિક રૂપથી પોતાના સ્થિર રાખવા માટે વધુ જરૂર પડે છે. ખાસ કરીને એક્ટર્સ પર સારૂ દેખાવવાનું દબાણ હોય છે નહીં તો કામ ન મળવાનું પ્રેશર રહે છે. સિક્સ પેક્સ અને સારી બોડીની ચાહ આ ખતરાને વધારે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ