બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / IASની નોકરી મળતાં પૂજાએ કર્યાં એવા નખરાં કે તાબડતોબ ટ્રાન્સફર, અધિકારીઓ શરમાયાં

હોદ્દાનો પાવર ઉતર્યો / IASની નોકરી મળતાં પૂજાએ કર્યાં એવા નખરાં કે તાબડતોબ ટ્રાન્સફર, અધિકારીઓ શરમાયાં

Last Updated: 04:39 PM, 10 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરની ગેરવ્યાજબી માગણીઓ ચર્ચાનું કેન્દ્ર બની છે.

મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેઈની IAS પૂજા ખેડકરના નખરાં ચર્ચાસ્પદ બન્યાં છે. નોકરી હાથમાં આવતાં જ પૂજા ખેડકર ખોટી ખોટી માગણીઓ કરવા લાગી હતી જોકે તે પ્રોબેશન પીરિયડ પર હતી. આને કારણે મહારાષ્ટ્ર સરકારે તેને પુણેથી વાશિમ ટ્રાન્સફર કરી દીધી હતી.

પૂજાના આઈએએસ પિતા અધિકારીઓ પર દબાણ લાવતાં

મહિલાના રિટાયર્ડ IAS ઓફિસર પિતા દિલીપરાવ ખેડકર પણ અધિકારીઓ પર દબાણ લાવતા હતા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પૂજા ખેડકરનું નામ વિવાદો સાથે જોડાયું હોય. અગાઉ તેમની નિમણૂક પર પણ સવાલો ઉઠ્યા હતા.

કોણ છે પૂજા ખેડકર

પૂજા ખેડકર 2022 બેચની IAS તાલીમાર્થી અધિકારી છે. તેણે UPSCપરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR- 821) મેળવ્યો હતો. તેમની નિમણૂક પૂણેમાં સહાયક કલેક્ટર તરીકે કરવામાં આવી હતી, પરંતુ હવે તેની વાશિમ ટ્રાન્સફર કરી દેવાઈ છે. તેમના પિતા અને દાદાએ પણ સેવા આપી છે. તેની માતા અહેમદનગર જિલ્લાના ભાલગાંવની ચૂંટાયેલી સરપંચ છે. ખેડકર પ્રશાસનિક સેવામાં પ્રવેશને કારણે ચર્ચામાં છે. મીડિયા અહેવાલો અનુસાર, ખેડકરને 2 ફેબ્રુઆરી 2022 ના રોજ નિમણૂક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તે અંધ હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતી. ખાસ વાત એ છે કે કોર્ટે જુલાઈથી સપ્ટેમ્બર 2022 વચ્ચે ચાર વખત તેની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે એક પણ વખત હાજર ન થઈ. આ પછી ટ્રિબ્યુનલે તેને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વર્ષ 2023માં તેમનું એફિડેવિટ રાઈટ્સ ઓફ ડિસેબિલિટી એક્ટ 2016 હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમને નિમણૂક માટે મંજૂરી મળી હતી.

વધુ વાંચો : ક્લિનિકમાં બે કપલોના શુક્રાણુઓ-સ્ત્રીબીજ ભૂલથી અદલબદલ થઈ ગયાં, મિચમેચનું રિઝલ્ટ ભયાનક

પૂજાએ શું શું કરી માગણીઓ

આઈએએસના પ્રોબેશન પીરિયડ દરમિયાન પૂજાએ લાલ બત્તીવાળી પ્રાઈવેટ કાર, સ્ટાફ સાથે ચેમ્બર, એક ઘર અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓએ એડિશનલ કલેક્ટર અજય મોરેની બાજુમાં આવેલ રૂમને પણ કબજે કરી લીધો હતો. તેમજ તે રૂમમાં હાજર ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ ગાયબ કરી દીધી હતી. મોટા અધિકારીઓ પણ આવી માગણીઓ નથી કરી શકતાં.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pune trainee IAS IAS Pooja Khedkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ