બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 06:43 PM, 21 February 2024
દેશમાં વારે-તહેવારો કરોડો રુપિયાના ડ્રગ્સના જથ્થાને સળગાવીને વાહવાહી તો કરી લેવાય છે પરંતુ તેમ છતાં પણ દેશમાં કોણ ડ્રગ્સ ઘુસાડી રહ્યું છે. દૂષણ નાબૂદ થઈ ગયું હોય તો પછી આ લાવે છે કોણ? પુણે અને દિલ્હીમાંથી ડ્રગ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. પુણે અને દિલ્હીમાં દરોડા બાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બંને શહેરોમાં દરોડા દરમિયાન 1,800 કિલો કૃત્રિમ ઉત્તેજક ડ્રગ મેફેડ્રોન, જેને મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ પણ કહેવાય છે. જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સની કિંમત 3500 કરોડ રપિયા છે.
ADVERTISEMENT
Usage of MD is alarmingly spreading across India but 1100 crore recovery says that Pune is the new distribution centre of Drug Mafia..It's a big blow to their network.. kudos to @PuneCityPolice @DGPMaharashtrahttps://t.co/xUVEKhkq66
— 🇮🇳Prabhat Yadav🇮🇳 (@PrabhatYadav76) February 20, 2024
ADVERTISEMENT
હેરાફેરી કરનારની ધરપકડ
મંગળવારે પોલીસે પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાં આવેલા બે વેરહાઉસ અને એમઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં દરોડા પાડીને 600 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, પુણે અને દિલ્હીના ત્રણ-ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ઘણા લોકો પુણે પોલીસની દેખરેખ હેઠળ છે અને તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો
પુણે અને દિલ્હીમાં જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે દેશમાં ઝડપાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો છે. આની પાછળ કોઈ મોટું ભેજું હશે તે નક્કી છે. કારણ કે નાનો માણસ આટલી મોટી રકમનું ડ્રગ્સ લાવી જ ન શકે. હા, તેની ડિલિવરીમાં નાના માણસો રોકાયેલા હોય અને સૌથી પહેલા તેઓ જ પકડાતાં હોય છે. મોટા માથા છટકી જતાં હોય છે.
શું છે Mephedrone
મેફેડ્રોન (ટૂંકમાં એમડી કે મ્યાંઉ-મ્યાંઉ) એક સિન્થેટિક ઉત્તેજક અને માનસિક રોગોની સારવારમા વપરાતું ડ્રગ્સ છે જે NDPS કાયદા હેઠળ પ્રતિબંધિત છે.
લલિત પાટિલ તો નથી લાવ્યોને?
ડ્રગ્સ રેકેટિયર લલિત પાટિલ આ કેસમાં સંડોવાયો હોવાની ચર્ચાની વચ્ચે પોલીસ કમિશનરે એવું કહ્યું કે હાલ પૂરતી તો કોઈ સંડોવણી સામે આવી નથી. ગત વર્ષે પાટિલ પુણેની સરકારી હોસ્પિટલમાં ફરાર થઈ ગયો હતો જોકે પછીથી તે પકડાઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.