બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Pune: This auto ride feels like sitting in a garden

અદભુત / આવી રીક્ષા તમે નહીં જોઈ હોય, લોકોએ કહ્યું ગાય-બકરી પાછળ પડશે

vtvAdmin

Last Updated: 06:33 PM, 7 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇબ્રાહીમે પોતાનાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ નવો અખતરો અજમાવ્યો હતો. બેસવાની સીટ અને પગ મૂકવાની જગ્યાએ ઘાસની ચટાઇ પાથરી દીધી છે. આગળના ભાગમાં પણ નકલી ઘાસની ચટાઇથી સજાવટ કરી છે. ગાર્ડન હોય એટલે ફૂલ પણ હોય જ. નકલી ઘાસમાં નકલી ફૂલની સજાવટ છે, પરંતુ લાગે છે, બહુ નયનરમ્ય.

Garden Auto Works Pune

વાહનોને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે લોકો હવે ઘણા પ્રયત્નશીલ થઇ ગયા છે. કોલકાતામાં એક રિક્ષાવાળાએ છાપરા પર ગાર્ડન ઉગાડ્યો હતો તો હવે પુણેનાં રિક્ષાવાળા ઇબ્રાહીમ ઇસ્લામ તંબોલીએ તો આખી રિક્ષાને જ બગીચો બનાવી દીધી છે. અલબત્ત, આ ગાર્ડન કૃત્રિમ છે, કેમ કે આખો દિવસ ટ્રાફિકમાં ફરતા આ વાહનને કુદરતી બગીચામાં કન્વર્ટ કરવાનું કામ શક્ય નથી.

ઇબ્રાહીમે પોતાનાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આ નવો અખતરો અજમાવ્યો હતો. બેસવાની સીટ અને પગ મૂકવાની જગ્યાએ ઘાસની ચટાઇ પાથરી દીધી છે. આગળના ભાગમાં પણ નકલી ઘાસની ચટાઇથી સજાવટ કરી છે. ગાર્ડન હોય એટલે ફૂલ પણ હોય જ. નકલી ઘાસમાં નકલી ફૂલની સજાવટ છે, પરંતુ લાગે છે, બહુ નયનરમ્ય, લીલીછમ રિક્ષાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોની ક્રિએટિવિટી પણ ખીલી ઊઠી છે.

Green Auto Pune

(Pic Credit: Times Of India)

મહારાષ્ટ્રની સાઇબર સિટી કહેવાતા પુણેમાં આ ઑટો માલિકે પોતાની ઑટોરિક્ષાને કૃત્રિમ ઘાસ અને ફૂલોને કંઇક એ રીતે સજાવી દીધી કે તે લોકોનાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બનીને રહી ગઇ છે. આરટીઓનાં દસ્તાવેજો અનુસાર, આ ઓટોરિક્ષા (MH12QE0261) ઇબ્રાહિમ ઇસ્માઇલ તંબોલીની છે. તેઓએ ગયા વર્ષે આ ઓટો રિક્ષા રજિસ્ટર કરાવી હતી. આ ઓટો પેટ્રોલથી ચાલે છે અને પર્યાવરણનાં તમામ ધોરણોનું પાલન કરે છે. આ પૂરી ઓટો રિક્ષાને એટલી સજાવવામાં આવી છે કે પહેલી જ નજરમાં જ આ ઓટો એક હર્યાભર્યા ઘરની જેમ નજરે આવે છે. આનાંથી કેટલાંક લોકો છેતરાઇ પણ જાય છે.

એવામાં સોશિયલ મીડિયા પર હાલમાં આ ઓટોરિક્ષાની તસ્વીર પણ વાયરલ થઇ ગઇ છે. જેની પર લોકો જુદી-જુદી પ્રકારની કોમેન્ટ કરી રહેલ છે. એક યૂઝરે તો એમ પણ લખ્યું કે, જો લીલોતરીનાં ચક્કરમાં ગાય તેને ખાવા માટે જો પાછળ પડે તો પછી શું થાય. ઉપરાંત અન્ય એક યૂઝરે લખ્યું કે જો ઓટોની અંદર સાપ ઘૂસી ગયો તો કદાચ ખ્યાલ પણ ના આવે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Garden green grass lifestyle pune ride Wonderful
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ