શું પાકિસ્તાન વિરુદ્ઘ ક્રિકેટ વર્લ્ડ કપમાં નહી રમે ભારત?

By : juhiparikh 04:28 PM, 15 February 2019 | Updated : 04:28 PM, 15 February 2019
પુલવામા આતંકી હુમલા પછી દેશભરમાં પાકિસ્તાનની વિરુદ્ઘ ગુસ્સો છે. ગુરુવારે જમ્મૂ-કાશ્મીરમા થયેલા આ આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થઇ ગયા. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠનોને જવાબદાર ગણાવ્યા અને કહ્યુ કે, પાકિસ્તાનનો બદલો લેવાની રણનીતિ બનવવામાં આવશે, ત્યાં સુધી કે હુમલા પછી થયેલી CCSની બેઠકમાં પાકિસ્તાનને મળેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ ભારતે પરત લઇ લીધો છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાર્તા પહેલાથી બંધ છે. આ મામલામાં ભારત તરફથી સ્પષ્ટ છે કે, આતંકવાદ અને વાટાઘાટો એકસાથે નહી કરી શકાય. ભારત અને પાકિસ્તાન વર્ષ 2012થી કોઇ દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ નથી રમી રહ્યા અને સાથે જ ભારતે લગભગ એક દાયકાથી પાકિસ્તાનમાં જઇને કોઇ પણ ક્રિકેટ સીરિઝ નથી રમી. T-20 લીગ IPLમાં પણ પહેલાથી પાકિસ્તાનના ખિલાડીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લાગ્યો છે, એવામાં પુલવામાં હુમલા પછી માંગ થઇ રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમ ICCના ટૂર્નામેન્ટમાં પણ પાકિસ્તાનની વિરુદ્ઘ ના રમે, પરંતુ શું આ શક્ય છે?

ના કરી શકે ઇન્કાર:

આ સવાલના જવાબમાં એક ક્રિકેટ નિષ્ણાતે જણાવ્યુ કે, આવું પહેલા ક્યારેય કરવુ શક્ય નથી થયુ અને આગળ પણ કરવું મુશ્કેલ છે. તેમણે જણાવ્યુ કે, વર્લ્ડ કપ દરમિયાન ટૂર્નામેન્ટમાં તમામ દેશની વિરુદ્ઘ રમવુ પડી શકે છે અને તે ફિક્સર પર આધારિત છે. કોઇ ટીમની વિરુદ્ઘ રમવા માટે તમે ઇન્કાર ના કરી શકો, જો કોઇ દેશ આમ કરે તો તેનુ નુકસાન ઉઠાવવુ પડી શકે છે.

ક્રિકેટ વર્લ્ડ કપ આજ વર્ષ દરમિયાન થવાનો છે એવામાં શું ભારત ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ઘ મેચ રમવા માટે ઇન્કાર કરી શકે છે? જેના પર જણાવવામાં આવ્યુ કે, જો ભારત ના રમવા ઇચ્છે તો આ મેચ ગુમાવવી પડી શકે છે અને તેના પોઇન્ટ સીધી રીતે પાકિસ્તાનને મળી શકે છે, જેની અસર સ્કોર બોર્ડ પર પડી શકે છે અને ટૂર્નામેન્ટમાં ભારતની હાર જીત પર પડશે. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમ પર આમ કરવા પર દંડ પણ લગાવવામાં આવી શકે છે ટીમ પર પ્રતિબંધની તલવાર પણ લટકી શકે છે.

ઓલંપિકમાં શું થશે?

ક્રિકેટ સિવાય શું કૉમનવેલ્થ અને ઓલંપિક જેવી વૈશ્વિક ખેલ સ્પર્ધામાં ભારતીય ખિલાડીઓને પાકિસ્તાન વિરુદ્ઘ રમવા માટે ઇન્કાર કરી શકે છે, જોકે ત્યાં પણ આ કરવું શક્ય નથી કેમકે આ પૉઇન્ટની રમત છે, જો તમે નહી રમો તો તમને હારી લીધેલા માનવામાં આવશે. જો કોઇ ખિલાડીની ઇજાગ્રસ્ત હશે તો વિપક્ષી ખિલાડીને રમ્યા વગર જ પૉઇન્ટ આપી દેવામાં આવે છે. આ ઇવેન્ટમાં ન રમવા પર ખિલાડી પર અસર પડે છે. 

ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે ત્યારથી ક્રિકેટ અને બીજા મંચોની મદદથી મજબૂતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ ગત થોડા વર્ષોમાં બંને દેશોની વચ્ચે સંબંધ સતત બગડી રહ્યા છે. એવામાં જો ભારત કોઇ ICC ટૂર્નામેન્ટ અથવા તો ઓલંપિક જેવી પ્રતિસ્પર્ધામાં પાકિસ્તાનની વિરુદ્ઘ રમવા માટે ઇન્કાર કરે છ તો ભારતની તેનું પરિણામ ચૂકવવુ પડી શકે છે. Recent Story

Popular Story