કાશ્મીરમાં જે બંદુક ઉઠાવશે તેને ઠાર મરાશે: CRPF, સેના,પોલીસની સયુંકત પત્રકાર પરિષદ

By : admin 11:33 AM, 19 February 2019 | Updated : 11:33 AM, 19 February 2019
પુલવામા આતંકી હુમલા બાદ આજરો સેના, સીઆરપીએફ અને જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા સયુંક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી. જેમાં પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ અથડામણ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી.

સયુંકત પત્રકાર પરીષદમાં લેફ્ટિનેન્ટ જનરલ કેજીએસ ઢિલન્ન દ્વારા જાણકારી આપી હતી કે સુરક્ષાદળોએ 100 કલાકની અંદર પુલવામા હુમલાના માસ્ટમાઇન્ડ કારાનને ઠાર માર્યો છે. જ્યારે ઢિલન્ને અહીં જમ્મૂ-કાશ્મીરના પથ્થરમારોને પણ ચેતાવણી આપી છે.

આ સયુંક્ત પત્રકાર પરીષદમાં સીઆરપીએફ, જમ્મૂ-કાશ્મીર પોલિસના વરિષ્ઠ અધિકારી સામેલ થયા. પત્રકાર પરિષદમાં ચિનાર કોર્પ્સના લેફ્ટિનેન્ટ જનરલ ઢિલન્ને જણાવ્યું કે અમે લોકો છેલ્લા કેટલાક સમયથી જૈશના આતંકીઓ પર નજર રાખી બેઠા હતા.

જૈશના આતંકીઓએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. અમે પુલવામા આતંકી હુમલાના 100 કલાકની અંદર ઘાટીમાં હાજર જૈશના લીડરને ઠાર મારી દીધો. ઢિલન્ને જમ્મૂ-કાશ્મીરની મહિલાઓને અપીલ કરતાં કહ્યું કે તેઓ પોતાના બાળકોને સમજાવે અને સરેન્ડર કરી દે.

તેમણે જણાવ્યું કે સેના પાસે સરેન્ડર પોલીસી છે, હેવ જે કોઇપણ સેના વિરુધ્ધ બંદુક ઉઠાવશે તેને ખત્મ કરી દેવામાં આવશે. અમે નથી ઇચ્છતા કે કોઇ પણ સામાન્ય નાગરિકને ઇજા પહોંચે. સેનાના અધિકારીઓએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે પુલવામા હુમલામાં થયેલા આતંકી હુમલા પાછળ આઇએસઆઇનો હાથ હતો,

તેની મદદથી જૈશે હુમલો કરાવ્યો હતો. જ્યારે જનરલ કેજીએસ ઢિલન્ને જમ્મૂ-કાશ્મીરના પથ્થરબાજોને અપીલ કરુ છુ કે કોઇ પણ નાગરિક અથડામણ દરમિયાન કે ત્યારબાદ તે  જગ્યા પર ના જાય. ઢિલન્ને ચેતવણી આપતાં કહ્યું કે જો એમ થાય તો તેમના વિરુધ્ધ પણ એકશન લેવામાં આવશે.

સેનાના અધિકારીએ કહ્યું કે જૈશ-એ-મહોમ્મદ પાકિસ્તાનનું બાળક છે. અહીં કેટલા ગાઝી આવ્યા અને ચાલ્યા ગયા. પાકિસ્તાનની સેના અને આઇએસઆઇ જૈશ-એ-મહોમ્મદને કંટ્રોલ કરી રહી છે. પુલવામા હુમલાના માસ્ટમાઇન્ડ કામરાન જ હતો, જેને ઠાર કરી દેવામાં આવ્યો છે. Recent Story

Popular Story