પુલવામા હુમલોઃ ભારતીયોની દરિયાદિલી તો જુઓ સાહેબ, દરેક શહીદના પરિવારને મળ્યાં 15 લાખ

By : vishal 09:04 PM, 18 February 2019 | Updated : 09:34 PM, 18 February 2019
14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આંતકી એટેકથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. આ હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા છે. આતંકીઓની આ કાયર હરકતના કારણે દેશવાસીઓ ગમના માહોલમાં છે. જ્યારે શહિદોના પરિવારને મદદ માટે લોકોએ દરીયાદિલી બતાવી છે. 

શહીદ જવાનોના પરિવારોને મદદ માટે "ભારત કે વીર" (BharatKeVeer) પોર્ટલ પર અત્યાર સુધી સમગ્ર દેશના લોકો દ્વારા દાનમાં આપવામાં આવેલી રકમને હવે શહીદોના પરિવારોને દેવાનો નિર્ણઁય કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આ પોર્ટલના માધ્યમથી દાનમાં આવેલી રકમમાંથી દરેક શહીદના પરિવારને 15 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. જ્યારે તેના ટ્વિટ દ્વારા દાતાઓને ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.પોર્ટલના ઓફિશિયલ હેન્ડલથી કરેલા ટ્વિટમાં ગૃહમંત્રાલયે લખ્યું કે, અમે ભારત કે વીર પોર્ટલના સમર્થન માટે બધાને ધન્યવાદ કરીએ છીએ. દરેક શહીદના પરિવારને રૂપિયા 15 લાખ આપવામાં આવશે. તમે હજુ પણ પોર્ટલ પર પોતાની મદદ મોકલી શકો છો. જેનો ઉપયોગ શહીદોના પરિવારની મદદ માટે કરવામાં આવશે. 

 
તમને જણાવી દઇએ કે, પુલવામામાં થયેલા હુમલા બાદ 'ભારત કે વીર' પોર્ટલ પર લગભગ 80 હજાર લોકોએ શહીદોના પરિવારને મદદ માટે હાથ આગળ કર્યો છે. જેમાં અત્યાર સુધી લગભગ 46 કરોડ રૂપિયા શહીદોના પરિવારો માટે દાનમાં આવ્યા છે. 

 Recent Story

Popular Story