બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પુખરાજ રત્નથી ચાર રાશિના લોકોની ખુલશે કિસ્મત, ધારણ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

જ્યોતિષ / પુખરાજ રત્નથી ચાર રાશિના લોકોની ખુલશે કિસ્મત, ધારણ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

Last Updated: 04:28 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુખરાજ રત્નથી ચાર રાશિના જાતકોને ખુબ લાભદાયી ફળ મળે છે. તેને ધારણ કરવાથી કરિયર અને શારીરિક બાબતમાં પણ સુધાર આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રત્ન તમારું ભાગ્ય બદલી શકે છે. જો તમે રાશિ મુજબ રત્ન ધારણ કરો છો દિશા અને દશા બદલાઈ જાય છે. પરંતુ આ રત્ન ધારણ કરવાની કેટલીક વિધિ હોય છે. વિધિ મુજબ રત્ન ધારણ કરવાથી જ તેના શુભ ફળ મળે છે. આજે આપણે પુખરાજ રત્ન વિશે જાણીશું. પુખરાજ રત્ન ધારણ કરવાથી ચાર રાશિના જાતકોને ખૂબ લાભ થાય છે. આ રત્ન ધારણ કરવાના ખાસ નિયમ છે આજે તે નિયમ વિશે જાણીશું અને સાથે એ પણ જાણીશું કે તેને ધારણ કરવાથી કઈ રાશિના જાતકોનુ ભાગ્ય ખુલશે.

ધારણ કરવાના નિયમ

પુખરાજ રત્ન દરેક વ્યક્તિએ ધારણ ના કરવું જોઈએ. તેને ધારણ કરતા પહેલા કોઈ જ્યોતિષીની સલાહ લેવી જોઈએ. આ રત્ન ધારણ કરવા માટે ગુરુવારનો દિવસ શુભ માનવામાં આવે છે. તેને સોનાની વીંટીમાં ધારણ કરવું. પુખરાજ ધારણ કર્યાં બાદ નોને વેજ ખાવામાં સાવધાની રાખો. પુખરાજ સાથે બીજો કોઈ હીરો ધારણ ન કરો. આ રત્ન તર્જની એટલે કે પ્રથમ આંગળીમાં જ પહેરો.

ધન

પુખરાજ રત્ન ધન રાશિ માટે ખૂબ જ લાભકારી છે. તેને ધારણ કરવાથી ધન રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. કરિયમમાં સારા ચાન્સ મળે છે. તેને ધારણ કરવાથી માનસિક શાંતિ અને શારીરિક બળ મળે છે.

મીન

મીન રાશિના જાતકોને પુખરાજ રત્ન ધારણ કરવાથી લાભ થશે. તેને ધારણ કરવાથી એકાગ્રતા વધે છે. તેનાથી ધન વધશે. જીવનમાં શુભ પરિણામ મળશે.

સિંહ

પુખરાજ રત્નથી સિંહ રશિના જાતકોનું પણ ભાગ્ય ખુલી જશે. તેનાથી સિંહ રાશિના જાતકોનો ગુસ્સો કાબૂમાં આવશે. નેતૃત્વની ક્ષમતા વધશે. કરિયરના ક્ષેત્રમાં પણ ફાયદાકારક સાબીત થઈ શકે છે.

મેષ

જો મેષ રાશિના જાતક પુખરાજ રત્ન ધારણ કરે છે તો તેમની દરેક સમસ્યા દૂર થઈ શકે છે. તેનાથી બુદ્ધિ અને વિવેક વધે છે. માનસિક શાંતિ પણ મળે છે. જો વ્યાપારમાં કોઇ સમસ્યા આવતી હોય તો પુખરાજ ધારણ કરવાથી તે દૂર થઈ શકે છે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Religion Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ