બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:55 PM, 17 July 2024
ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને સિવિલ સર્વિસની નોકરી મેળવનાર મહારાષ્ટ્રની ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરના ભોપાળા બહાર આવી રહ્યાં છે. હવે તેની સામે વધુ એક આરોપ લાગ્યો છે. વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવવા માટે પૂજાએ ખોટા સરનામા અને નકલી રેશનકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પૂજા ખેડકરે પ્રમાણપત્ર મેળવવા માટે યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલ (વાયસીએમ)ને આપેલું સરનામું હતું – પ્લોટ નંબર 53, દેહુ-આલંદી, તલવાડે. તેણે દાવો કર્યો હતો કે આ તેનું રહેઠાણ છે, જે પિંપરી ચિંચવડ વિસ્તારમાં આવે છે. જોકે, આ સરનામે તેમનું ઘર નહીં પરંતુ થર્મોવેરીટા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની બંધ કંપની મળી આવી હતી. મતલબ કે પૂજા ખેડકરે અપંગતાનું પ્રમાણપત્ર મેળવવા માટે આપેલું ઘરનું સરનામું પણ નકલી નીકળ્યું, જેના કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ADVERTISEMENT
ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યાં, નોકરીએ લાગતાં પહેલા સુવિધાઓ માગી
પૂજા ખેડકર પુણેમાં ટ્રેઇની IAS તરીકે પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારે તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. તેણે સુખ-સુવિધાઓ માટે વિવિધ માંગણીઓ કરી હતી, ત્યારબાદ તેની વાશીમ બદલી કરવામાં આવી હતી. જો કે, બાદમાં મોટી કાર્યવાહી કરીને તેની તાલીમ પણ રદ કરવામાં આવી હતી નોકરીએ લાગતાં પહેલા તેણે વીઆઈપી સુવિધાઓ પણ માગી હતી.
ADVERTISEMENT
રેશનકાર્ડ પણ ખોટું
પૂજાએ રેશનકાર્ડ બનાવવા માટે આ જ નકલી સરનામાનો ઉપયોગ કર્યો છે. પૂજા ખેડકરે પૂણેની વાયસીએમ હોસ્પિટલમાંથી વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવવા માટે દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો તે લોકોમોટર ડિસેબિલિટીથી પીડિત છે. 24 ઓગસ્ટ, 2022ના રોજ જારી કરાયેલા પ્રમાણપત્રમાં જણાવાયું છે કે પૂજા ખેડકરને ઘૂંટણમાં સાત ટકા અપંગતા છે. ખેડકરના નકલી સરનામે આવેલી કંપની થર્મોવેરિટા એન્જિનિયરિંગના નામે ઓડી કાર પણ નોંધાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.