બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્ત્રી ચરિતર ! નખરાળી IAS પૂજાનો કલેક્ટર સામે યૌન શૌષણનો આરોપ, ટ્રાન્સફરનું વેર વાળ્યું કે?

ચોર કોટવાળને દંડે / સ્ત્રી ચરિતર ! નખરાળી IAS પૂજાનો કલેક્ટર સામે યૌન શૌષણનો આરોપ, ટ્રાન્સફરનું વેર વાળ્યું કે?

Last Updated: 08:10 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી મહારાષ્ટ્રની ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકર મામલે એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે.

ખોટી રીતે આઈએએસની નોકરી મેળવવાના અને નોકરીમાંથી જોઈન થતાં પહેલા વીઆઈપી સુવિધાઓની માગ કરનારી ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકર હવે ચોર કોટવાળને દંડે એવો ઘાટ કરીને પોતાની બદલી કરાવનાર કલેક્ટર સામે યૌન શૌષણનો આરોપ મૂક્યો છે. પૂજા ખેડકરે પુણેના કલેક્ટર સુહાસ દિવાસ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે તેવું પોલીસે કહ્યું હતું. કલેક્ટર પરના યૌન શૌષણના પૂજાના આરોપને તેને ટ્રેઈનીંગમાંથી પાછા બોલાવાના નિર્ણયનું વેર વાળવાના પગલાં તરીકે જોવાઈ રહ્યું છે. તેણે પુણે પોલીસમાં યૌન શૌષણની ફરિયાદ આપી છે. ઉલ્લેખનીય છે કે સુહાસ દિવાસની ફરિયાદને આધારે પૂજાની પુણેથી વાશિમ ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

ટ્રેનિંગમાંથી પાછી બોલાવ્યાં બાદ પૂજાએ લગાવ્યો આરોપ

સરકારે મંગળવારે વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરનો જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો અને તેને 23 જુલાઈ સુધીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં રિપોર્ટ કરવા જણાવ્યું હતું. પૂજા ખેડકર સિવિલ સર્વિસ પરીક્ષામાં પસંદગી માટે છેતરપિંડી કરવાના આરોપોનો સામનો કરી રહી છે. તેણે પોતાને શારીરિક રીતે વિકલાંગ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયના હોવાનું કથિત રીતે જણાવ્યું હતું. પુણેમાં તેમની પોસ્ટિંગ દરમિયાન વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો પણ ખેડકર પર આરોપ છે.

કોણ છે પૂજા ખેડકર?

IAS પૂજા ખેડકર તાજેતરમાં ચર્ચામાં આવી હતી જ્યારે તેણીની તાલીમ પૂર્ણ કરતા પહેલા જ પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. પૂજાએ પૂણેમાં અલગ કેબિન અને સ્ટાફની માંગ કરી હતી. જેના કારણે વિવાદ ઊભો થયો હતો. નવી મુંબઈ પોલીસે 32 વર્ષીય પ્રોબેશનરી IAS ઓફિસર પૂજાના વર્તન અંગે પુણે કલેક્ટર ઓફિસ અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કર્યો હતો. પૂજા 2023માં UPSC પરીક્ષામાં 841મો રેન્ક મેળવીને IAS ઓફિસર બની હતી. જોકે પૂજા હવે વિવાદોમાં ફસાઈ ગઈ છે. તેમના પર પુણેમાં તેમના પ્રોબેશનરી સમયગાળા દરમિયાન અધિકારીઓને હેરાન કરવાનો, ગેરવાજબી માંગણીઓ કરવાનો અને તેમની અંગત કાર પર લાલ બત્તી લગાવવાનો આરોપ છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Puja Khedkar Puja Khedkar news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ