PUC prices may increase even after traffic fines, get PUC today
RTO /
જલદી કરો! ટ્રાફિક દંડ બાદ હવે PUCના પણ ભાવ વધી શકે છે, આજે કરાવી લો PUC
Team VTV06:08 PM, 23 Oct 19
| Updated: 06:52 PM, 23 Oct 19
નવા મોટર વિહિકલ એક્ટનાં અમલ બાદ દરેક વાહનચાલકે ફરજિયાત ટ્રાફિક અને રોડ સેફ્ટીનાં નિયમોનું પાલન કરવાનું છે. ત્યારે શહેરના જ નહીં રાજ્યભરનાં PUC સેન્ટરો પર લાઈનો લાગે છે. જેના કારણે સરકારે PUC સેન્ટરો વધારવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ૧૯૯૬નાં સમયનાં ભાવ અત્યારે PUC સર્ટિફિકેટ માટે અમલી હોવાથી કોઈ સેન્ટર ખોલવાં રાજી નથી.
PUC સેન્ટરો વધારવાની કાર્યવાહી હાથ ધરયી
PUCનાં ભાવ બે ગણો વધારો થઈ શકે છે
1996માં PUCનાં સર્ટિફિકેટ માટે જે ભાવ નક્કી થયાં હતાં તે જ આજ પણ ચાલ્યાં આવે છે
PUCની નિયત ફીમાં વધારો કરી આપવા માગણી કરી
PUC એસોસીએશને પણ હવે જુદાં જુદાં વાહનની PUCની નિયત ફીમાં વધારો કરી આપવા માગણી કરી છે. જેના પગલે વાહન માલિકોએ PUC માટે બમણાં નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
PUC સંચાલકોને પોસાય તેમ નથી
વાહનવ્યવહાર વિભાગ, વાહનવ્યવહાર કમિશનર, દરેક જિલ્લાં કલેક્ટર અને RTOને પત્ર લખીને જણાવ્યું છે કે, હાલમાં ચાલી રહેલો વર્તમાન ભાવ PUC સંચાલકોને પોસાય તેમ નથી. તેથી ટુ વ્હીલરની PUCની ફી રૂ.૧૦૦, રિક્ષાનાં ૧૫૦, પેટ્રોલ કારનાં રૂ. ૨૦૦, ડીઝલ કારનાં રૂ. ૨૫૦ અને હેવી વિહિકલની ફી રૂ.૩૦૦ કરી આપવાં માગણી કરી છે.
૧૯૯૬થી અત્યાર સુધીનાં એક જ ભાવ
PUC એસોસીએશનની રજૂઆત મુજબ PUCનાં હાલનાં જે ભાવ છે તે સને-૧૯૯૬થી અત્યાર સુધીનાં એક જ ભાવ છે. તેની સરખામણીએ દરેક વસ્તુ અને સરકારી ફીમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. તેમાં પણ વાહન-૪માં ઓનલાઈન PUC કાઢવાની છે. તેમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ, કમ્પ્યૂટર, આધુનિક PUC મશીન, પ્રિન્ટર, કેમેરા અને હેલ્પર આ બધાનો ખર્ચ ખૂબ વધી જાય છે તેથી ૨૦ વર્ષ પહેલાનો આ ભાવ પોસાય તેમ નથી.
ગુજરાતમાં ૧૫૦૦ PUC સેન્ટર ખોલવાની કવાયત
૧૫૦૦ PUC સેન્ટર ખોલવા સામે હજુ સુધી માત્ર ૧૪૦ અરજીઓ આવી છે. સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં નવા ૩૦૦થી વધુ અને ગુજરાતમાં ૧૫૦૦ PUC સેન્ટર ખોલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે સાથે તેનાં ભાવમાં પણ બે ગણો વધારો થવાની શક્યતાં રહેલી છે.