બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / જાહેર ચેતવણી! પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક ન કર્યું તો થશે મોટું નુકસાન, ઈન્કમ ટેક્સ વિભાગે આપી ડેડલાઇન

PAN Aadhaar Link / જાહેર ચેતવણી! પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક ન કર્યું તો થશે મોટું નુકસાન, ઈન્કમ ટેક્સ વિભાગે આપી ડેડલાઇન

Last Updated: 09:49 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ સંજોગોમાં 31 મે સુધીમાં તમારું પાનકાર્ડ અને આધાર લિંક કરવું પડશે. અન્યથા વધુ TDS અને TCS ચૂકવવા પડશે.

PAN Aadhaar Link: આવકવેરા વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે તમારે કોઈપણ સંજોગોમાં 31 મે સુધીમાં તમારું પાનકાર્ડ અને આધાર લિંક કરવું પડશે. અન્યથા તેઓએ વધુ TDS અને TCS ચૂકવવા પડશે.

આવકવેરા વિભાગે ચેતવણી જાહેર કરી છે કે તમામ કરદાતાઓએ 31 મે 2024 પહેલા તેમના પાન અને આધાર કાર્ડને લિંક કરવું પડશે. આ સમયમર્યાદા સુધીમાં PAN અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તમારે વધુ TDS અથવા TCS ચૂકવવા પડશે.

આવકવેરા વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

આવકવેરા વિભાગે મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે લોકોએ 31 મે સુધીમાં તેમના PAN અને આધારને લિંક કરવા પડશે. IT વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે આ સમયમર્યાદા પહેલા આ કામ પૂર્ણ કરીને તમે વધુ ટેક્સ ચૂકવવાથી બચી શકો છો. તેમાં આવકવેરા કાયદાની કલમ 206AA અને 206CCનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

11.48 કરોડ પાન કાર્ડ આધાર સાથે લિંક નથી

આવકવેરાની કલમ 139AA મુજબ દરેક પાન કાર્ડ ધારકે પોતાનો આધાર નંબર લિંક કરવો પડશે. જો તમે આમ નહીં કરો તો પાન કાર્ડ અમાન્ય જાહેર કરવામાં આવશે. 30 જૂન, 2023 પછી ઘણા પાન કાર્ડને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. PAN અને આધારને લિંક કરવા માટે તમારે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે. આ પછી તમારે લિંક આધાર સ્ટેટસ પર જઈને પાન, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર વિશે માહિતી આપવી પડશે. 29 જાન્યુઆરી 2024 સુધી દેશમાં 11.48 કરોડ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી.

વધુ વાંચોઃ હવે ઘરે બેઠાં જાણી શકશો તમારા PF બેલેન્સની વિગત, એ પણ માત્ર માત્ર એક મેસેજથી, જાણો કઇ રીતે

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ

આ વર્ષે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. અગાઉ સીબીડીટીએ પણ દરેકને તેમના PAN અને આધારને લિંક કરવાની અપીલ કરી હતી. સીબીડીટીએ 23 એપ્રિલ, 2024ના આ પરિપત્ર જારી કર્યો હતો. જેમાં PAN અને આધારને લિંક ન કરવાના ગેરફાયદા પણ સમજાવવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે લિંક ન થવાના કિસ્સામાં તમારી પાસેથી ડબલ TDS અને TCS લેવામાં આવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax Calculator પાનકાર્ડ આધાર લિંક pan aadhaar link last date
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ