બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Public disturbed due to heavy rains in Ahmedabad

કોની બેદરકારી? / અમદાવાદમાં નેતાઓ-અધિકારીઓને શોધી રહી છે જનતા, સ્માર્ટ સિટી તો બેટમાં ફેરવાઇ ગઈ

Dhruv

Last Updated: 11:47 AM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદે AMCના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખોલી નાખી છે. વરસાદે સર્જેલી તારાજીના કારણે શહેરના રસ્તા પર સી-પ્લેન ઉતારવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

  • રાત્રિના વરસાદે દિવસે સત્તાધીશોની પોલ ખોલી નાખી
  • આજે દેખાયું કેટલા 'વિઝનરી' છે અમદાવાદના શાસકો
  • આજે નવા-જૂના અમદાવાદના ભેદ જ મટી ગ્યા!

અમદાવાદમાં મુશળધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઇ જતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તા પણ ધોવાઇ ગયા છે. તેમજ ક્યાંક એમ્બ્યુલન્સ વાનને પણ દર્દીને લઈ જવામાં મુશ્કેલી પડી છે તો સ્ટ્રેચર પર દર્દીને ચાલતા લઈ જવા પડ્યા જેવી સ્થિતિ પણ સર્જાઇ છે. ત્યારે અમદાવાદમાં જનતા નેતાઓ અને અધિકારીઓને શોધી રહી છે. જનતા પૂછી રહી છે ક્યાં ગયા તમારા એ વાયદાઓ? હવે કેમ તમે જનતાની વચ્ચે નથી દેખાતા? શું આ જ છે સ્માર્ટસિટીની આ વાસ્તવિકતા જેવાં અનેક સવાલો જનતા નેતાઓને પૂછી રહી છે.

અમદાવાદના રસ્તા પર સી-પ્લેન ઉતારવા પડે તેવી સ્થિતિ

મહત્વનું છે કે, અમદાવાદમાં મોડી રાતથી વરસેલા અનરાધાર વરસાદના કારણે પાણીમાં અમદાવાદના શાસકોની 'આબરૂ' ધોવાઈ છે. શહેરનો રાત્રિનો વરસાદ દિવસે સત્તાધીશોની પોલ ખોલી રહ્યો છે. થોડા જ વરસાદમાં અમદાવાદની હાલત જાણે કે 'દરિયો' હોય તેવી થઇ જાય છે જેના લીધે અમદાવાદના રસ્તા પર સી-પ્લેન ઉતારવા પડે તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે.

ક્યાંક અંડરપાસમાં પાણી ભરાયા તો ક્યાંક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યાં

જણાવી દઇએ કે, અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. સાથે નોકરીએ જવામાં પણ વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ભારે વરસાદના કારણે ક્યાંક અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે તો ક્યાંક (પ્રહલાદનગર) ઔડા તળાવની પાળી તૂટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા તમામ કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.

પાણી નિકાલ પર ભ્રષ્ટાચારના ડાટા, આથી પાણી જાય તો જાય ક્યાં?

ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, આખરે અમદાવાદ ડૂબ્યું કોના વાંકે? એક વરસાદે સત્તાધીશોની તમામ ભૂલો 'ધોઈ' નાખી છે. આજે વરસાદની સ્થિતિ જોતા અમદાવાદમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે અમદાવાદના શાસકો કેટલા 'વિઝનરી' છે. પાણી નિકાલ પર તંત્રના ભ્રષ્ટાચારના ડાટા મારેલા જોવા મળી રહ્યાં છે આથી પાણી જાય તો જાય ક્યાં?

આજે નવા-જૂના અમદાવાદનો ભેદ જ મટી ગયો

અમદાવાદમાં ભારે વરસાદના કારણે આજે નવા-જૂના અમદાવાદનો ભેદ જ મટી ગયો છે. કારણ કે સતત વરસાદના કારણે શહેરના સરસપુર અને સેટેલાઈટ એકસરખા લાગી રહ્યાં છે તો બીજી બાજુ નિકોલ અને નારણપુરામાં કોઈ ભેદ નથી રહ્યો, વેજલપુર અને વટવામાં પણ એકસરખી 'નદીઓ' વહી રહી છે. સાથે અખબારનગર અને અમરાઈવાડી વિસ્તારમાં પણ તમે ભેદ નહીં કરી શકો.

સળગતા સવાલો

  • પ્રથમ વરસાદમાં જ અમદાવાદ થયું પાણી પાણી 
  • શહેરમાં મોટા ભાગના વિસ્તારો હજુ પણ પાણીમાં
  • ચૂંટાયેલા નગરસેવકોને અમદાવાદની જનતા શોધી રહી છે
  • વરસાદમાં ડૂબેલા અમદાવાદીઓએ એકબીજાની ખૂબ મદદ કરી
  • જનતાના સેવકો મત લેવા આવે છે પણ સેવા કરવા નથી આવતા
  • પોતાનું કામ એકબાજુ મુકીને મદદ કરવા લાગ્યા અમદાવાદીઓ
  • રસ્તા પર ફસાયેલા વાહનોને કાઢવા એકબીજાની મદદે આવ્યા શહેરીજનો
  • જ્યારે અમદાવાદની જનતાને મદદની જરૂર છે ત્યારે નગરસેવકો ક્યાં છે?
  •  જનતાના સેવક માનીને જનતા મત આપે છે
  • જરૂરિયાતના સમયે આ કોર્પોરેટર જાય છે ક્યાં?
  • એકવાર ચૂંટાયા પછી ન દેખાવું એ એમનો 'ધર્મ' છે?
  • લોકોએ જીવ માંડ બચાવ્યો પણ દરકાર કોણ કરે?
  • લોકોની વેદનામાં ભાગીદાર ક્યારે બનશે નેતાઓ?
  • અમદાવાદમાં 'દરિયો' અને 'નદી' સાથે વહ્યાં, વાંક કોનો?
  • ઈસ્ત્રી ટાઈટ કપડાવાળા નેતાઓ ભીંજાતા દેખાયા?
  • અમદાવાદની જનતા પૂછી રહી છે, એમનું કોણ?
  • ક્યાં સુધી અમદાવાદ થોડા વરસાદમાં 'ડૂબતું' રહેશે?
  • ક્યાં સુધી વર્ષોની મહેનત પાણીમાં વહી જતી જોતા રહેશે?
  • પરસેવાની કમાણીથી વસાવેલી ઘરવખરીનું નુકસાન ક્યાં સુધી?

- By Dixit Thakrar

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad heavy rain Gujarat Rains gujarat monsoon 2022 heavy rain in ahmedabad અમદાવાદ ધોધમાર વરસાદ Ahmedabad Heavy rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ