Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મોબાઇલ ગેમ / PUBG Mobile Season 8: Ocean થીમ સાથે યૂઝર્સને મળશે આ મહત્વપૂર્ણ ફિચર્સ, જાણો

PUBG Mobile Season 8: Ocean થીમ સાથે યૂઝર્સને મળશે આ મહત્વપૂર્ણ ફિચર્સ, જાણો

દુનિયાભરમાં સૌથી લોકપ્રિય મનાતી પબજી ગેમની સિઝન 7 હવે 13મી જુલાઇ, 2019ના રોજ પુરી થઇ રહી છે અને પ્લેયર્સ જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે તે સિઝન 8નું અપડેટ તા 14થી 17 જલાઇ દરમિયાન આવી જશે. આઠમી સિઝનમાં પ્લેયર્સને એલાઇટ અપગ્રેડ અને એલાઇટ અપગ્રેડ પ્લસનો એપ્શન મળશે.

આ ઉપરાંત પાવર ઓફ ઓશન થીમ સહિતના કેટલાક નવા ફિચર પણ મળશે. જેમાં નવી bison ગન અને સ્કાર-એલ ગનમાં વોટર બ્લાસ્ટર સ્કીન પણ મળશે. bizon ગન 53 રાઇન્ડ ફાયર સાથેની એક પ્રકારની સબમશીન ગન છે. જે 9 એમએમની બુલેટ યુઝ કરે છે. જોકે એવી પણ શકયતા છે કે આ ગન માત્ર વીકેન્ડી મેપમાં જ મળશે. તેમાં સ્કોપ પણ લગાવી શકાશે. 

નવી સિઝનમાં નવી સ્કીન ઉપરાંત નવા આઉટફીટ પણ મળશે. નવી સિઝનની થીમ એશન લાઇફ પર છે. તેથી શાર્ક માછલીની ડિઝાઇનના બેગ પેક હશે. ડીપી જેવી ગનમાં પણ નવી સ્કીન ખુલશે. ગેમના શોપ સેકશનમાંથી પણ પ્લેયર્સ ઘણી નવી આઇટમ ખરીદી શકશે. પ્લેયર્સ ધી એલાઇટ રોયલ પાસ અને એલાઇટ પ્લસ રોયલ પાસ ખરીદી શકશે. 

તેનાથી એલાઇટ મિશન તથા અન્ય રિવોર્ડસનો લાભ લઇ શકાશે. નવી સિઝનનું બીટા વર્ઝન અત્યારે ડાઉનલોડ કરી શકાય છે. પબજીની નવી સિઝન શરુ થાય ત્યારે જેમણે રોયલ પાસ ખરીદ્યા ન હોય તે તમામને ફરીથી રેન્કીંગ આપવાનું શરુ થાય છે. પ્લેયરના પર્ફોર્મન્સના આધારે રોયલ પાસનો રેન્ક વધતો જાય છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ