બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / PUBG craze in youth man

સાવધાન / PUBGનો ક્રેઝ યુવાનોને કરી રહ્યું છે બરબાદ! માતાએ ટોકતા પુત્રએ કર્યો હુમલો

Dhruv

Last Updated: 07:47 PM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પબજી ગેમના ક્રેઝમાં અનેક યુવાનો પોતાની કેરિયર બરબાદ કરી રહ્યાં છે. આ ગેમથી ઘણા પરિવારોની ખુશી પણ છીનવાઇ છે. હરિયાણાના રોહતકમાં રહેતા પરિવારનો આશાસ્પદ પુત્ર કે જે ધો-10માં મેરિટમાં આવ્યો હતો તે આજે બી.ટેકમાં સતત નાપાસ થઇ રહ્યો છે. રોહતકનાં ઝજ્જર વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવકનો કિસ્સો આંખ ઉઘાડે તેવો છે. તેને તેના માતા-પિતાએ મોબાઇલ અપાવ્યો ત્યારથી મુશ્કેલીની શરુઆત થઇ.

PUBG

મજૂરી કરનાર માતા-પિતાનો એકમાત્ર પુત્ર અને બે બહેનોનો એક ભાઈ પબજીની લતના કારણે બી.ટેકનાં અંતિમ વર્ષમાં તમામ સાત વિષયમાં નાપાસ થયો છે. તેની માતાએ કહ્યું પબજી માટે તેને ટોકવામાં આવે તો તે ગુસ્સે થઇ જાય છે, ઘરમાં રાખેલી વસ્તુઓ ફેંકી દે છે. પુત્રની ચિંતાથી માતા હતાશામાં ધકેલાઇ ગઇ છે. તેમના પર થોડાં દિવસો પહેલાં
ઓપરેશન થયું છે.

આ યુવાન ઉશ્કેરાઇને કોઇ ખોટુ પગલું ન ભરી લે તેવા ડરથી પરિવારના સભ્યો હવે કંઈ બોલતા નથી થોડા દિવસો પહેલાં ધાબા પરથી એક મોટો અવાજ આવ્યો ત્યારે લાગ્યું કે ચોર ઘૂસી ગયા છે. માતા ચુપચાપ ધાબા પર પહોંચી ત્યારે ખબર પડી કે તેમનો પુત્ર પબજી રમતો હતો અને મોટે મોટેથી બોલી રહ્યો હતો. તેને ટોકતા હુમલો કરીને માતાનું ગળુ પકડી લીધુ હતું અને ધાબા પરથી પડતું મુકવાની ધમકી પણ આપી હતી.

PUBG

માતા આ જોઈને ખૂબ જ દુખી થઇ ગઇ હતી. માતાએ કહ્યું કે પુત્રને મોબાઈલ ફોન અપાવ્યો તે મોટી ભુલ સાબિત થઇ. યુવાને ડિપ્લોમા એન્ટ્રન્સ ટેસ્ટમાં સારા માર્કસ મેળવીને શહેરની એક પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજનાં બીજા વર્ષમાં યુવકે એન્જિનિયરિંગનાં અભ્યાસ માટે મોબાઇલ જરુરી હોવાનું કહેતા શ્રમજીવી માતાપિતાએ પુત્રને આઠ હજાર રૂપિયાનો સ્માર્ટફોન અપાવ્યો હતો.

મોબાઇલ આવ્યા બાદ યુવક પબજીના રવાડે ચડી ગયો હતો. હવે પરિવારના સભ્યો પણ તેમની કારકિર્દીને લઇને ટેન્શનમાં છે. ઉલ્લેખનીય છે કે પબજીનાં કારણે યુવાનો પોતાની કેરિયર ઉપરાંત ઘરની સુખશાંતિને પણ દાવમાં લગાવી રહ્યાં છે. પબજીની લતમાં આપઘાતના અને હત્યાના બનાવો પણ બન્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ