પોસ્ટમેન આપશે પર્સનલ લોન, ગામમાં વેચશે ઇન્શ્યોરન્સ પ્લાન

By : juhiparikh 06:28 PM, 20 September 2018 | Updated : 06:28 PM, 20 September 2018
હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીઓ પર્સનલ લોન અને ઇન્શ્યોરન્સ પ્લાન લોકોના ઘરે આવીને વેચશે. બેન્ક 3 લાખ પોસ્ટ ઑફિસ કર્મચારીઓને ચાલુ નાણાકિય વર્ષના અંત સુધી આ પ્રકારની સર્વિસ આપવા માટે ટ્રેનિંગ આપશે. એટલે હવે જો કોઇને પર્સનલ લોન થવા ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ઇચ્છા છે તો તે ઘરેબેઠા પણ કરી શકશે. પોસ્ટ પેમેંટ બેન્ક ટૂંક સમયમાં ઇન્વેસ્ટમેંટ સર્વિસ પણ લોન્ચ કરવા જઇ રહી છે. દેશભરમાં લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. તેમાથી 1.35 લાખ ગ્રામીણ ક્ષેત્ર છે.

ટર્મ તથા એક્સીડેંટલ ઇન્શ્યોરન્સ માટે બજાજ એલાયન્સ સાથે કરાર:
ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેંકે ટર્મ તથા એક્સીડેન્ટલ ઇન્શ્યોરન્સ માટે બજાજ એલાયન્સ સાથે કરાર કર્યો છે. પોસ્ટમેનના માધ્યમથી આ ઇન્શ્યોરન્સ પ્લાન ગ્રામીણ એરિયામાં વેચવામાં આવશે. હાલમાં 3,250 પોસ્ટ ઓફિસમાં ઇન્શ્યોરન્સ સર્વિસ ઉપલબ્ધ થશે. IPPBના એમડી તથા સીઇઓએ જણાવ્યું કે, ટૂંક સમયમાં આ પ્રોડક્ટનું વેચાણ દેશના 1.55 લાખ પોસ્ટ ઓફિસમાં શરૂ કરી દેવામાં આવશે. આ કામ માટે પોસ્ટમેનને ટ્રેનિંગ આપવામાં આવશે. જો કે હાલમાં તે નક્કી નથી કે ટર્મ ઇન્શ્યોરન્સ માટે ગ્રાહકોએ કેટલું ઇન્વેસ્ટ કરવાનું રહેશે. બજાજ એલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી તથા સીઇઓ તરુણ ચુગે જણાવ્યું કે, આવનાર 30-60 દિવસોમાં બધુ જ નક્કી કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ લેવા માટે માત્ર આધાર કાર્ડની જ જરૂર પડશે. અન્ય કોઇ પ્રકારના ડોક્યુમેંટની જરૂર નહીં પડે.

ટૂંક સમયમાં પોસ્ટમેન આપશે પર્સનલ લોન:
પર્સનલ લોનની સુવિધા શરૂ કરવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેંટ્સ બેંક પંજાબ નેશનલ બેંકની સાથે કરાર કરી રહી છે. આવનાર 15 દિવસોમાં આ કરાર થશે તેવી સંભાવનાઓ છે. શરૂઆતમાં ગ્રામીણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આ સુવિધા મળશે. ત્યારબાદ સામાન્ય ગ્રાહકો માટે જાહેર કરી દેવામાં આવશે. ગ્રામીણ સ્તર પર પર્સનલ લોનની મહત્તમ સીમા 50-60 હજાર રૂપિયા હશે.

ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ ખરીદી શકશે પોસ્ટ ઓફિસમાંથી:
આવનાર સમયમાં પોસ્ટ ઓફિસથી જ ઇન્વેસ્ટમેંટ પ્લાન પણ ખરીદી શકાશે. એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા અથવા એસઆઇપીમાં, અથવા માર્કેટમાં, આ બધી જ સુવિધાઓ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ થશે. તેમને આગળ જણાવ્યું કે, ઘણા મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓથી આ સંબંધ પર વાત ચાલી રહી છે અને થોડા સમયમાં કેટલીક કંપનીઓ સાથે કરાર કરવામાં આવી શકે છે.
 Recent Story

Popular Story