એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે નર્મદા ડેમમાં રેવાની પૂજા માટે પહોંચ્યા છે ત્યારે PSIએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
કેવેડિયા કોલોની ખાતે બજાવી રહ્યો હતો ફરજ
લાશ પાસેથી મળી આવી છે સુસાઈટ નોટ
સાથી પોલીસ કર્મીની પિસ્તોલથી કર્યો આપઘાત
નવસારી પોલીસની LCB શાખામાં ફરજ બજાવતા PSI નિલેશ ફિણવીયાએ કેવડિયામાં અંતિમ પગલુ ભરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. PSIએ કેવડિયા કોલોની ખાતે જ આપઘાત કર્યો છે.
નિલેશ ફિણવીયા કેવડીયા કોલોની ખાતે સર્કિટ હાઉસ ઉપર સુપરવાઈઝર અધિકારી તરીકે ફરજ ઉપર હતો. પોઈન્ટ નંબર 98, સર્કિટ હાઉસ ગ્રાઉન્ડના ફલોરના પેસેજમાં અન્ય પોલીસકર્મીઓ સાથે ફરજ બજાવી રહેલ નિલેશે મુખ્ય પોલીસ ગેટ સાથે ફરજ બજાવતા PSI કોંકણી પાસેથી બ્લોક પિસ્તોલ માંગી હતી. નિલેશે જણાવ્યું હતું કે મારે ફોટા પાડવા છે. આ દરમિયાન સવારે સાડા દસના સુમારે તેણે આ જ પિસ્તોલથી માથે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
આ અંગે પોલીસે તુરંત જ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કાનૂની કાર્યવાહી હાથ ધરે હતી.PSIના મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. ઉપરી અધીકારી હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.