PSI Recruitment Preliminary Exam Date Announced, Can Be Downloaded Soon Collator
BIG BREAKING /
PSI ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર, ટૂંક સમયમાં ડાઉનલૉડ કરી શકાશે કૉલલેટર
Team VTV11:08 AM, 23 Feb 22
| Updated: 11:12 AM, 23 Feb 22
સરકાર દ્વારા PSI ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. અગામી 6 માર્ચના રોજ ગાંધીનગર અને અમદાવાદ સેન્ટર પર પરીક્ષા લેવાશે
PSI ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર
6 માર્ચના રોજ પ્રિલિમિનરી પરીક્ષા
ગાંધીનગર,અમદાવાદ સેન્ટર પર પરીક્ષા
રાજ્યમાં ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષે જાહેરાત કરી છે કે, 6 માર્ચે પ્રિલીમીનરી યોજાશે. ભરતી બોર્ડે કરેલી જાહેરાત મુજબ, પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 6 માર્ચના રોજ ગાંધીનગર અને અમદાવાદ ખાતે લેવામાં આવશે.
ટૂંક સમયમાં વધુ વિગત મુકવામાં આવશે વેબસાઈટ પર
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રિલિમિનરી પરીક્ષાને લગતી વિગતો હવે પછી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) ભરતી બોર્ડની વેબસાઈટ પર સૂચનાઓ નિયમિત રીતે જોતા રહેવી.
આ વેબસાઈટ પરથી મળશે બધી જાણકારી
આ ઉપરાંત PSIની ભરતી માટેની વેબસાઈટ https://psirbgujarat2021.in/ પર પણ આ માહિતી આપવામાં આવી છે