બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Provision of Rs.1180 crore in the budget for animal husbandry and fisheries industry
ParthB
Last Updated: 04:02 PM, 3 March 2022
ADVERTISEMENT
બજેટમાં પશુપાલકો માટે રૂ.300 કરોડની જોગવાઈ
ADVERTISEMENT
રાજ્યના નાણામંત્રી વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તેમજ ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ રૂ.500 કરોડ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે રૂ.50 કરોડ અને ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા રૂા.80 કરોડ ફાળવામાં આવ્યાં છે.
ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા માટે રૂા.58 કરોડની જોગવાઈ
આ સાથે ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે રૂા.58 કરોડ, ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે રૂ.44 કરોડ, મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. 24 કરોડ, અને ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધ ઘર/ ગોડાઉન બાંધકામ માટે રૂ. 12 કરોડ તેમજ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -1962 માટે રૂ.8 કરોડ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે જોગવાઇ રૂ.137 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોની જેમ પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે
મત્સ્યોધોગ પ્રભાગ માટે રૂ.880 કરોડની જોગવાઈ
નાણામંત્રીએ આ બજેટમાં માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર 2 હજાર લીટરનો વધારો કરવાના જાહેરાત કરી છે. આ સાથે સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે રૂ.230 કરોડ, સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા રૂ. 75 કરોડ, પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -2, માઢવાડ, પોરબંદર -2 અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ રૂ.201 કરોડની જોગવાઈ કરાઈ છે
બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓ માટે રૂ.264 કરોડ
ઉપરાંત સાગરખેડુઓને આધુનિક સાધનો,સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે રૂ. 40 કરોડ, હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે રૂ.264 કરોડ તેમજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે રૂ. ૩૦ કરોડ,આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે ભાંભરાપાણી મત્સ્યોધોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે રૂ. 5 કરોડની જોગવાઈ કરી છે.
ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળું પાક માટે 1250 કરોડની જોગવાઈ
બજેટમાં ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે રૂ.1250 કરોડ, કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે રૂ.50 કરોડ, સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. 10 કરોડ, ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે રૂ.13 કરોડ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે રૂ.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.