પુલવામા/પાકિસ્તાન: નવજોતસિંહ સિદ્ધુના નિવેદનને લઇને પંજાબ વિધાનસભામાં નેતાઓ થયા આમને-સામને

By : admin 07:51 PM, 18 February 2019 | Updated : 07:51 PM, 18 February 2019
ચંદીગઢઃ પુલવામા હુમલા બાદ પોતાના નિવેદનને લઇને પંજાપના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વિવાદોમાં ફંસાયા છે. તેમણે નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. સિદ્ધુ વિરૂદ્ધ પંજાબ વિધાનસભામાં ઉગ્ર નારેબાજી થઇ. શિરોમણિ અકાલી દળના નેતાઓએ સિદ્ધુના નિવેદન પર સ્પષ્ટતા માગવાની માગ કરી. આ દરમિયાન બોલાચાલી ઘણી વધી ગઇ અને ધારાસભ્યો એક-બીજાની સામ સામે આવી ગયા.

જણાવી દઇએ કે પુલવામા હુમલા બાદ સિદ્ધુએ કહ્યું હતું કે કેટલાક લોકોના કારણે શું તમે આખા દેશને ખોટો ગણાવી શકો છો અને શું એક નિર્દોષને દોષી ગણાવી શકો છો? તેમના આ નિવેદન પર પંજાબ વિધાનસભામાં સોમવારે ઉગ્ર બોલાચાલી થઇ.

અકાલી દળના ધારાસભ્યો માગ કરી રહ્યા છે કે સિદ્ધુ તેમના નિવેદન પર સ્પષ્ટતા માગવામાં આવે. સરકાર પાસે તેના પર કાર્યવાહી કરવાની માગ પણ  કરી. આ દરમિયાન બોલાચાલી ચરમસિમાએ પહોંચી ગઇ હતી.Recent Story

Popular Story