protesting farmers do not know what they want says hema malini
નિવેદન /
ખેડૂત આંદોલન પર હેમા માલિનીનું મોટું નિવેદન, કહ્યું ખેડૂતોને ખબર જ નથી કે...
Team VTV11:04 AM, 13 Jan 21
| Updated: 11:09 AM, 13 Jan 21
મથુરાથી BJPના સાંસદ હેમામાલિનીએ વિપક્ષ પર ખેડૂતોને ભ્રમિત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાઓને ખેડૂતો તેમજ ખેતી માટે મહત્વનો ગણાવ્યો. હેમામાલિનીએ સોમવારે મથુરાના વૃન્દાવત સ્થિત પોતાના નિવાસ પહોંચી હતી.
આ પહેલા હેમામાલિની ગત વર્ષે ફેબ્રુઆરી મહીનામાં કેટલાક દિવસ મથુરા આવી હતી. મંગળવારના રોજ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, 'નવા કૃષિ કાયદામાં કોઇ ઉણપ નથી, પરંતુ વિપક્ષના ગેરમાર્ગે દોરવણીમાં આવીને લોકો આંદોલન કરી રહ્યાં છે.'
They (agitating farmers) do not even know what they want and what is the problem with the farm laws, which shows that they are doing this because someone asked them to do it: Hema Malini, BJP MP from Mathura (12.01.2021) pic.twitter.com/TvMluuIWGk
હેમામાલિનીએ કહ્યું, આંદોલનકારી ખેડૂતો જાણતા નથી કે તેઓ શું ઇચ્છે છે અને કૃષિ કાયદામાં કઇ સમસ્યાઓ છે. જેનાથી એ જરુર ખબર પડે છે કે તેઓ એટલા માટે વિરોધ કરી રહ્યાં છે કે તેઓની પાસે કોઇ આ કરાવી રહ્યું છે.
કોરોના વેક્સીન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તેમજ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનના નિવેદન પર હેમામાલિનીએ કહ્યું કે, 'વિપક્ષનું કામ અમારી સરકાકરના દરેક સારા કામ પર ઉલ્ટું (વિરોધી) બોલવુ છે. કેન્દ્ર સરકાર વિપક્ષની કોઇપણ જાતની ચિંતા કર્યા વગર દરેક મુદ્દા પર અડગ ઉભી છે.' એક સવાલના જવાબમાં હેમામાલિનીએ કહ્યું, 'વેક્સિન લગાવા માટે હું મારા નંબરની રાહ જોઇ રહી છું. દેશી રસી લગાવા માટે હું ઘણી ઉત્સુક છું'
કૃષિ કાયદાને પરત ખેંચવા તેમજ MSP પર કાયદો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા ખેડૂત આજે દેશભરમાં લોહરી પર કૃષિ કાયદાઓની કોપી સળગાવશે. યૂપી ગેટ પર ખેડૂતો તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
યૂપી ગેટ પર ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવા તેમજ MSP પર કાયદો બનાવાની માંગને લઇને ખેડૂતો 48 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો તરફથી સતત કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કડીમાં બુધવારના રોજ ખેડૂતો લોહરીની આગમાં ત્રણ કાયદાઓની કોપીને સળગાવી વિરોધ પ્રદર્શન કરશે. યૂપી ગેટ પર સાંજ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મંચની પાસે લોહરી સળગાવામાં આવશે.
18 જાન્યુઆરીના રોજ મહિલા કિસાન દિવસ
18 જાન્યુઆરીના રોજ યૂપી ગેટ પર ખેડૂત મહિલા કિસાન દિવસ મનાવશે. આ દિવસે મંચ પર બાગડોર મહિલા ખેડૂતોના હાથમાં હશે. ખેડૂત સંગઠન તરફથી મળતી જાણકારી મુજબ 17 જાન્યુઆરીના રોજ મહિલા ખેડૂત આંદોલન સ્થળ પર પહોંચવા લાગશે. તેમના રોકાવા માટે અલગ કેમ્પ તૈયાર કરવામાં આવ્યાં છે. આ સાથે મહિલા વોલેંટિયર મહિલાને દરેક પ્રકારની સુવિધા કરવા માટે તહેનાત કરવામાં આવશે. મહિલા કેમ્પની આસપાસ પુરુષોનો આવવા-જવા પર પ્રતિબંધ રહેશે.
ખેડૂત કરી રહ્યાં છે 26 જાન્યુઆરીની પરેડની તૈયારી
26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનારી પરેડ માં સામેલ થવાની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. મંગળવારના રોજ યુવા ખેડૂતોએ આગળ ભારતીય ત્રિરંગાવાળી ટીશર્ટ પહેલી ટ્રેકટર ચલાવીને રિહર્સલ કર્યું. દિવસભર યુવાઓએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ટ્રેકટર ચલાવી રિહર્સલ કર્યું. યુવા ખેડૂતોનું કહેવું છે કે બધા ખેડૂત 26 જાન્યુઆરીએ આગળ તિરંગો હોય તેવી ટીશર્ટ પહેરીને આવે.