બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO: 20 દિવસમાં 4 હજારનું બિલ! સ્માર્ટ મીટર અંગે લોકોનું શું કહેવું છે?

આક્ષેપ / VIDEO: 20 દિવસમાં 4 હજારનું બિલ! સ્માર્ટ મીટર અંગે લોકોનું શું કહેવું છે?

Last Updated: 02:11 PM, 17 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં MGVCL નાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે. સોસાયટીનાં રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ રહીશોએ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે

વડોદરામાં MGVCL નાં સ્માર્ટ મીટરને લઈ વિરોધ ઉભો થવા પામ્યો છે. જેમાં વોર્ડ નંબર-2 ની સોસાયટીનાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ વીજ કચેરી ખાતે સોસાયટીનાં રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તેમજ જૂના મીટર ફરી લગાવવાની સ્થાનિકોની માંગ છે.

બે મહિનાનું ચાર હજાર બિલ તો 20 દિવસનું સાડા ચારા હજાર કેવી રીતે?

આ બાબતે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, પહેલા અમારે સાદુ મીટર હતું. જેનું બે મહિનાનું બિલ ચાર હજાર આવવા પામ્યું હતું. અમે તે ભરી દીધું. હજું 20 દિવસ થયા છે. અમે સાડા ચાર હજારનું બેલેન્સ કરાવ્યું હતું. અત્યારે હાલ અમારૂ રિચાર્જ માઈનસમાં છે. ત્યારે હજુ બિલ ભારે 20 દિવસ થયા છે. બે મહિનાનું ચાર હજાર બિદ આવતું હોય તો 20 દિવસમાં સાડા ચાર હજાર કેવી રીતે બિલ આવે. અમને અમારી એક જ માંગણી છે કે અમને જૂના મીટર પાછા લગાવી આપો.

vlcsnap-2024-05-17-12h24m27s927

વધુ વાંચોઃ રાજકોટમાં વધુ એક કારચાલક બન્યો બેફામ: 3 લોકોને અડફેટે લેતા માતા-પુત્રનું કરૂણ મોત, નબીરો ફરાર

ગત રોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી

વડોદરામાં સ્માર્ટ મીટરની બબાલ છેલ્લા બે દિવસથી ચાલી રહી છે.. MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને હટાવવા માંગ થઈ રહી છે. એકદિવસ પહેલા શહેરના અલકાપુરી, અટલાદરા અને ફતેગંજ વિસ્તારના લોકોએ MGVCLની કચેરીઓ હોબાળો મચાવી મીટર પરત ખેંચવાની માંગ કરી હતી. જે બાદ ગતરોજ પણ કેટલાક લોકોએ MGVCL ની ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તેમની એકપણ વાત ન સાંભળવામાં આવી નથી. જેથી મોટી સંખ્યામાં લોકો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ કલેક્ટરે તેમની રજૂઆત સાંભળી આવેદન સ્વીકાર્યું હતું.

vlcsnap-2024-05-17-12h24m12s704

વીજ વિભાગ સામે શું આક્ષેપ?

  • પ્રી-પેઇડ સ્માર્ટ મીટર કારણે બિલો ત્રણ ગણા વધ્યા
  • પહેલા 1000 બિલ આવતું હતું ત્યાં હવે 2000 રૂપિયા આવે છે
  • રિચાર્જ કરવા છતાં પણ સમય પર વીજળી નથી મળતી
  • રિચાર્જ પતે એટલે વીજળી પાકી નાખે છે
  • રિચાર્જ કર્યા પછી પણ કલાકો સુધી વીજળી નથી આવતી
  • નવા મીટર કાઢી ફરી જુના મીટર આપવા લોકોની માંગ
  • વડોદરાની સાથે-સાથે રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ
  • લોકોને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવ્યાના આક્ષેપ

સંકળાયેલા મુદ્દાઓ

mgvcl locals protest vadodra News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ