બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Protest against re-election of Imran Khedawala from Jamalpur-Khadia seat
Malay
Last Updated: 03:00 PM, 15 November 2022
ADVERTISEMENT
અમદાવાદમાં કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલા અને શાહનવાઝ શેખના સમર્થકો આમને સામને આવ્યા છે. ગઈકાલે શાહનવાઝ શેખના સમર્થકોએ ઈમરાન ખેડાવાલાનો વિરોધ કરવા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડ કરી હતી. આ દમરિયાન તેમણે ભરતસિંહ સોલંકી વિરુદ્ધ લખાણ પણ લખ્યું હતું, ત્યારે આજે ઈમરાન ખેડાવાલાના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી છે. ઈમરાન ખેડાવાલાના સમર્થકોએ શાહનવાઝ શેખ અને તેના સમર્થકોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આ તોડફોડ કરી છે.
ADVERTISEMENT
ખેડાવાલાને ફરી રિપીટ કરતાં કકળાટ
કોંગ્રેસે જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને ફરી રિપીટ કરતાં હવે કકળાટ સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે બે દિવસ અગાઉ મોડી સાંજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. જોકે ઉમેદવાર જાહેર થતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. જેમાં જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા વિરોધ થયો. વિગતો મુજબ NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વાત આટલે થી નહીં અટકતા નારાયણ ભરવાડ, સંજય સોલંકી સહિતના કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા છે.
ઈમરાન ખેડાવાલા અને શાહનવાઝ શેખના સમર્થકો આમને સામને
જમાલપુર ખાડિયામાં શાહનવાઝ અને ઇમરાન ખેડાવાલા ગ્રુપ વોર ચાલતા હવે વિરોધ વધ્યો છે. જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરાયા બાદ અનેક કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા. ગતરોજ જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ સાથે NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. ગુસ્સે થયેલા કાર્યકરોએ કોંગ્રેસના ગુજરાત એકમના પૂર્વ વડા સોલંકીની નેમપ્લેટને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને બિલ્ડિંગની દિવાલો પર તેમના વિરુદ્ધ અપમાનજનક શબ્દો લખ્યા હતા.
આજે ઈમરાન ખેડાવાલાના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયે કરી તોડફોડ
કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, ભરતસિંહ સોલંકીએ ટિકિટના બદલામાં ખેડાવાલા પાસેથી પૈસા લીધા હતા. તેમણે યુથ કોંગ્રેસના નેતા અને પૂર્વ કાઉન્સિલર શાહનવાઝ શેખના દાવાને જાણી જોઈને અવગણ્યો હતો. શાહનવાઝ શેખના સમર્થકો દ્વારા કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવ્યા બાદ આજે ઈમરાન ખેડાવાલાના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં શાહનવાઝ શેખ અને તેના સમર્થકોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે તોડફોડ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.