protection of gandhi family not been withdrawn but only changed based on threat assessment amit shah in lok sabha
બિલ /
SPG બિલ પર લોકસભામાં અમિત શાહે કહ્યું, રાહુલ ગાંધીએ 2137 વાર સુરક્ષા નિયમોનું કર્યું ઉલ્લંઘન
Team VTV06:49 PM, 27 Nov 19
| Updated: 06:51 PM, 27 Nov 19
લોકસભામાં બુધવારે SPG અમેન્ડમેન્ટ બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપતા કહ્યું કે હું આ ગૃહમાં બિલ લઇને આવ્યો હતો. પરંતુ વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાં તેને બદલાની રાજનીતિ કહીને ગૃહને જ રોકી દીધું. અમિત શાહે કહ્યું કે બદલાની રાજનીતિ કરવી મારી પાર્ટીના સંસ્કારોમાં નથી.
અમિત શાહે કહ્યું કે બદલાની રાજનીતિ કરવી મારી પાર્ટીના સંસ્કારોમાં નથી
અમિત શાહે કહ્યું કે તમામ મુખ્યમંત્રીઓને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી શકે નહીં
મનીષ તિવારીના સવાલોનો જવાબ આપતા ગૃહ મંત્રીએ કહ્યું કે હું કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીને આશ્વસ્ત કરવા ઇચ્છું છું કે ગાંધી પરિવારની સુરક્ષા માટે સુરક્ષા કર્મી ઓછા કરવામાં આવ્યા નથી, પરંતુ વધારવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે ગાંધી પરિવાર જ નહીં પરંતુ આખા દેશના એક-એક નાગરિકની સુરક્ષાની જવાબદારી આ દેશની સરકારની છે.
સીપીઆઇ સાંસદ ડી રાજા ( D Raja ) ના સવાલ પર જવાબ આપતા શાહે કહ્યું કે તમામ નેતાઓને સુરક્ષા આપવામાં આવી રહી છે પરંતુ તમામ નેતાઓને સુરક્ષા આપવામાં આવી શકે નહીં. ત્યારે TMC સાંસદ સુદીપ બંદોપાધ્યાયનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે તમામ મુખ્યમંત્રીઓને ઝેડ પ્લસ સુરક્ષા ( Z Plus Security ) આપવામાં આવી શકે નહીં. તેમની સુરક્ષા માટે સીઆરપીએફ ( CRPF ) તહેનાત છે. જે રાજ્યોમાં જરૂર પડી છે ત્યાં મુખ્યમંત્રીઓને પણ ઝેડ પ્લસ સુરક્ષા કવર આવવામાં આવ્યું છે. એનકે પ્રેમચંદ્રનના જવાબમાં તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ક્યારેય પણ સુરક્ષાના નિર્ણય બદલાની ભાવનાથી લઇ શકે નહીં.
લોકસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી 2015 બાદથી અત્યાર સુધીમાં 1892 વાર દિલ્હીમાં અને 245 વાર દિલ્હીની બહાર SPG સુરક્ષા કવરની બહાર આવ્યા હતા. અમિત શાહે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી માટે કહ્યું કે આ ત્રણેય મહાનુભાવોને અપીલ કરૂં છું કે CRPFની સુરક્ષા પોતાની સાથે જરૂર રાખે. અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે 20 વર્ષથી સુરક્ષા છે પરંતુ આજ સુધી તેમની સુરક્ષામાં કોઇ ફાઉલ નથી આવ્યું.
Home Minister Amit Shah on SPG Bill in Lok Sabha: An effort is being made to paint a picture that govt isn't concerned about security of Gandhi family & that their protection has been withdrawn. Their protection has not been withdrawn but only changed, based on threat assessment. pic.twitter.com/5KCK07ySi1
લોકસભામાં કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે વિશેષ સુરક્ષા સમૂહ ( SPG ) અધિનિયમ સંશોધન બિલને બુધવારે પાસ કરાયું. જેમા પ્રધાનમંત્રી અને તેમની સાથે નિવાસ કરનારા તેમના નજીકના પરિવારના સભ્યોને જ એસપીજી સુરક્ષાની જોગવાઇ કરાઇ છે. નીચલા ગૃહમાં બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રી, અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષના સદસ્યોની એ ચિંતાઓને પાયાવિહોણી બતાવી જેમા કહ્યું હતું કે ગાંધી પરિવારની સુરક્ષાના સંબંધમાં રાજનીતિ હેઠળ કામ કરવામાં આવ્યું.
અમિત શાહે કહ્યું કે, એવી પણ વાત દેશની સામે લાવવામાં આવી કે ગાંધી પરિવારની સરકારને ચિંતા નથી. અમે સ્પષ્ટ કરીએ છીએ કે સુરક્ષા હટાવામાં નથી આવી, પરંતુ બદલવામાં આવી છે. તેઓને સુરક્ષા ઝેડ પ્લસ સીઆરપીએફ કવર, એએસએલ અને એમ્બ્યુલન્સની સાથે આપવામાં આવી છે. નોંધનીય છે કે, ઇલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ લગાવનારા 'ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ બિલ' ને લોકસભામાં બુધવારે પસાર કરી દેવાયું.