બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સાયબર ફ્રોડથી બચવા સોશ્યલ મીડિયા એકાઉન્ટના ડેટાને સુરક્ષિત રાખવો જરૂરી, અપનાવો આ ટ્રિક્સ

તમારા કામનું / સાયબર ફ્રોડથી બચવા સોશ્યલ મીડિયા એકાઉન્ટના ડેટાને સુરક્ષિત રાખવો જરૂરી, અપનાવો આ ટ્રિક્સ

Last Updated: 12:17 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ ખૂબ જ જોખમી સ્થળ બની ગયું છે જ્યાં ઘણા ગુનાહિત હેકર્સ તમારી ઓળખ, બેંક ખાતાની માહિતી અને મહત્વપૂર્ણ ડેટા ચોરી કરવા માટે રાહ જોઈ રહ્યા છે પણ તમે મોબાઈલમાં આ સેટિંગ બદલીને તમારા ફોનને હેકર્સથી બચાવી શકો છો.

મોબાઈલ જીવનને જેટલું સરળ બનાવ્યું છે તેટલું જોખમ પણ વધી રહ્યું છે. હેકર્સ અથવા કંપનીઓ તમારા ફોનને ટ્રેક કરીને પર્સનલ ઇન્ફોર્મેશનની ચોરી કરી રહ્યાં છે. કંપનીઓ તેનો ઉપયોગ તેમના ઉત્પાદનોના પ્રચાર માટે કરે છે. હેકર્સ તમારા એકાઉન્ટમાં ઘૂસીને ડેટા વેચવા માટે માહિતી ચોરી કરે છે પણ તમે મોબાઈલમાં નાનું સેટિંગ કરીને તમે તમારા ફોનને ટ્રેક થવાથી બચાવી શકો છો.

online-fraud_1_0

સાથે જ ઈન્ટરનેટ ખૂબ જ જોખમી સ્થળ બની ગયું છે જ્યાં ઘણા ગુનાહિત હેકર્સ તમારી ઓળખ, બેંક ખાતાની માહિતી અને મહત્વપૂર્ણ ડેટા ચોરી કરવા માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ, જો તમે થોડી નાની વસ્તુઓને તમારી આદત બનાવી લો તો કોઈપણ ગુનેગાર હેકર માટે ઇન્ટરનેટ પર તમારી સાથે ફ્રોડ કે ઠગાઇ કરવું ખૂબ મુશ્કેલ બની જશે.

ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઇનેબલ કરો

આજના ક્રિમિનલ હેકર્સ એટલા હોશિયાર થઈ ગયા છે કે તમે માત્ર પાસવર્ડની મદદથી તમારા કોઈપણ એકાઉન્ટને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકતા નથી. તેથી, તમારા દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ અથવા ઇન્ટરનેટ પરના કોઈપણ એકાઉન્ટ પર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઇનેબલ રાખો. આ પછી તમારું કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ OTP વિના ખોલી શકશે નહીં. જેના કારણે કોઈપણ હેકરને તે એકાઉન્ટ હેક કરવા માટે બમણી મહેનત કરવી પડશે.

hackers

તમારા ફોન પર 2 સ્ટેપ વેરિફિકેશન ઇન્સ્ટોલ કરો

ફોનમાં પાસવર્ડની જેમ 2 સ્ટેપ વેરિફિકેશન પણ અમારા ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, 'ઓલવેઝ આસ્ક્ડ ફોર ઓટીપી' ઓપ્શન આવે છે. આ વિકલ્પ પસંદ કરવાથી, કોઈ પણ વ્યક્તિ ક્યારેય OTP વિના તમારી વિગતોનો ઉપયોગ કરી શકશે નહીં.

તમારા બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ ન કરતાં

જ્યારે પણ તમે કોઈ વેબસાઈટ અથવા ઓનલાઈન એકાઉન્ટની મુલાકાત લો છો, ત્યારે તમારું બ્રાઉઝર તમને તમારું યુઝરનેમ અને પાસવર્ડ સેવ કરવાનું કહે છે. પરંતુ, આ સલામત નથી કારણ કે બ્રાઉઝર ડેટા સાયબર હુમલાઓ માટે સંવેદનશીલ રહે છે. જો ત્યાં કોઈ સાચવેલ પાસવર્ડ અને અન્ય ડેટા હોય, તો તેને ઈરેઝ કરી નાખવા જોઈએ.

વધુ વાંચો: ગરમીમાં ફોન ફાટી શકે! આ ભૂલ કરી તો થઈ શકે ઓવરહીટિંગ, બેટરી સૌથી પહેલા જશે

વેબસાઇટ્સ પર દેખાય છે તમારા પર્સનલ ડેટાને

કમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઇલ પર બ્રાઉઝરનો ઉપયોગ કરીને યુઝર્સ વેબસાઇટ્સને પર્સનલ ડેટા જોવાથી રોકી શકે છે. આ માટે તમારે Do not track રિક્વેસ્ટ મોકલવાની રહેશે. આ રિક્વેસ્ટ વેબ બ્રાઉઝરમાં ડિફૉલ્ટ રૂપે બંધ હોય છે. તેથી આપણે સેટિંગ્સમાં જઈને તેને ચાલુ કરવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud Keep Mobile Data Safe mobile data safety
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ