બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 08:16 AM, 3 December 2023
ADVERTISEMENT
દિલ્હીને અડીને આવેલા નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)માં ગાઝિયાબાદમાં અન્ય એક મોલની અંદર સ્પા સેન્ટર્સની આડમાં સેક્સ માર્કેટ ચાલી રહ્યું હતું જેમાં પોલીસે દરોડા પાડતાં નાસભાગ મચી હતી. દરોડા દરમિયાન પોલીસે 5-10 નહીં પરંતુ 65 છોકરા-છોકરીઓને ગંદી હરકતો કરતા રંગેહાથ પકડ્યા હતા. આ દરોડાથી મોલમાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસ બસ ભરીને લઈ ગઈ
ADVERTISEMENT
આટલી મોટી સંખ્યામાં છોકરા-છોકરીઓ પકડાયા બાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસે બસ બોલાવવી પડી હતી.
44 મહિલાઓ અને 21 પુરુષો વાંધાજનક હાલતમાં
શુક્રવારે એસીપી ઇન્દિરાપુરમના નેતૃત્વમાં ડીસીપી ટ્રાન્સ હિંડન અને ઇન્દિરાપુરમ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે આદિત્ય મોલમાં ચાલતા અડધો ડઝન સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન મોટા પાયે સ્પા સેન્ટરોની આડમાં દેહવ્યાપારનો ગેરકાયદે ધંધો થતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ટીમે ઘટના સ્થળેથી 44 મહિલાઓ અને 21 પુરુષોને વાંધાજનક હાલતમાં પકડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 6 સ્પા સેન્ટરના સંચાલકોની પણ અટકાયત કરી છે. એસીપી ઈન્દિરાપુરમ સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે શુક્રવારે સાંજે 6:00 વાગ્યે માહિતી મળી હતી કે આદિત્ય મોલમાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં દેહ વ્યાપારનું મોટા પાયે અનૈતિક કૃત્ય થયું છે. તેમણે જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ ડીસીપી ટ્રાન્સ હિંડનની ક્રાઇમ બ્રાન્ચની ટીમ, મહિલા પોલીસ અને ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. એસીપીએ જણાવ્યું હતું કે, આદિત્ય મોલમાં કાર્યરત છ સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. દરોડા દરમિયાન પોલીસની ટીમોએ વાંધાજનક હાલતમાં વાંધાજનક વસ્તુઓ સાથે 6 સ્પા સેન્ટરોમાંથી 44 મહિલા અને 21 પુરુષોની અટકાયત કરી હતી. મોલમાં ચાલતા સ્પા સેન્ટરોના સંચાલકોની પણ પોલીસે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. આદિત્ય મોલમાં કાર્યરત સાતવા સ્પા સેન્ટરના માલિક દીપક ગૌર, કોકન સ્પા સેન્ટરના માલિક ઓમ પ્રકાશ, રિલીફ સ્પા સેન્ટરના ડાયરેક્ટર નિશા, રેનિસ સ્પા સેન્ટરના સંચાલક જિતેન્દ્ર કુમાર અને પલ્સ એન્ડ પાટેલ્સ સ્પા સેન્ટરના ઓપરેટર દીપક શર્મા અને લલિત ભાટીની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મહિલાઓને બ્લેકમેલ કરી ખોટા ધંધામાં ફસાવાઈ
એસીપી ઈન્દિરાપુરમ સ્વતંત્રકુમાર સિંહે જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન સ્પા સેન્ટરોમાંથી પકડાયેલી મહિલાઓએ જણાવ્યું છે કે ઉપરોક્ત સંચાલકો દ્વારા તેમને કોઈક રીતે બ્લેકમેઈલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ખોટા કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળેથી પકડાયેલી તમામ મહિલાઓની સમગ્ર કેસ અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ તે ઉપરોક્ત સ્પા સેન્ટર સંચાલકોના સંપર્કમાં કેવી રીતે આવી અને કેવી રીતે બ્લેકમેઈલ કરવામાં આવી તે અંગે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.