મતદાનને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે વાયદાઓની વણઝાર ચાલુ છે.. જો ચર્ચાની વાત કરીએ તો આજકાલ કોંગ્રેસના મેનિફેસ્ટોની ચર્ચા છે.. સ્વભાવિક છે કે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોના વખાણ કરે જયારે ભાજપ સ્વભાવિક રીતે તેની ટીકા કરે. મેનિફેસ્ટોમાં ઘણી એવી વાતો છે કે જે દેશ માટે સાચા અર્થમાં સળગતી સમસ્યા છે અને કદાચ કોઈ સરકારે તેને ઉકેલવાના વાસ્તવિક પ્રયત્નો કર્યા કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે.. રાજદ્રોહ કે આફ્સ્પા.. લઘુતમ આવકની ગેરેંટી કે પછી લોન ચૂકવી ન શકનાર ખેડૂત પરથી ફોજદારી કલમ દૂર કરવી.. આ તમામ વાયદાઓનો વાસ્તવિક અમલ કેટલો શકય.. આ જ વિષય પર છે આજનુ મહામંથન વાયદાઓનો વેપાર, વાસ્તવિકતાનો વિચાર ?