profitable business lemongrass farming start just in 15k investment and earn 4 lakh rupees per month
કમાણી /
ઓછાં રોકાણ સાથે બિઝનેસ કરવો હોય તો આ ધંધો કરીને દર મહિને 4 લાખ સુધી કમાણી કરો, જાણો વિગતો
Team VTV08:46 AM, 22 Aug 21
| Updated: 08:52 AM, 22 Aug 21
જો તમે ઓછાં પૈસાનું રોકાણ કરીને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમારા માટે એક ધાંસૂ બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છે. ચાલો જાણી લો.
ઓછાં પૈસાનું રોકાણ કરી શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ
ખૂબ જ ડિમાન્ડમાં છે આ વસ્તુ
દર મહિને કમાવી શકો છો 4 લાખ રૂપિયા
તમે ઓછાં રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો. અમે વાત કરી રહ્યાં છે લેમનગ્રાસ ફાર્મિંગ બિઝનેસની. આની ખેતીમાંથી જોરદાર કમાણી કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ખેતી કરવા માટે 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને તમે તેમાંથી દર મહિને લાખોની કમાણી કરી શકો છો.
બજારમાં ઘણી માંગ છે
લેમન ગ્રાસમાંથી નીકળતા તેલની બજારમાં ખૂબ જ માંગ છે. લેમન ગ્રાસમાંથી કાઢવામાં આવતા તેલનો ઉપયોગ કોસ્મેટિક્સ, સાબુ, તેલ અને દવાઓ બનાવતી કંપનીઓ કરે છે. આ જ કારણ છે કે તેને બજારમાં સારો ભાવ મળે છે. આ વાવેતરની સૌથી મહત્વની બાબત એ છે કે, તેની ખેતી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પણ કરી શકાય છે. લેમનગ્રાસની ખેતી કરીને તમે માત્ર એક હેક્ટરમાંથી વર્ષમાં 4 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
લેમન ગ્રાસની ખેતી કેવી રીતે કરવી?
લેમન ગ્રાસ રોપવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી અને જુલાઈ વચ્ચેનો છે. એકવાર તેને લગાવ્યા બાદ છથી સાત વખત લણણી કરવામાં આવે છે અને વર્ષમાં ત્રણથી ચાર વખત લણણી કરવામાં આવે છે. લેમન ગ્રાસમાંથી તેલ કાઢવામાં આવે છે. એક વર્ષમાં આશરે 3 થી 5 લીટર તેલ નીકળે છે. તેની વેચાણ કિંમત 1,000થી 1500 રૂપિયા લીટર છે. લેમન ગ્રાસ રોપ્યાના 3થી 5 મહિના પછી તેની પ્રથમ લણણી કરવામાં આવે છે. એક એકર જમીન પર લેમન ગ્રાસની ખેતીમાંથી 5 ટન સુધી પત્તા મળે છે. જોકે તમે તેની ખેતી 15-20 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો, પરંતુ જો તમારી પાસે થોડું વધારે બજેટ હોય તો તમે શરૂઆતમાં જ તેલ પ્રોસેસિંગ મશીન પણ લગાવી શકો છો. મશીનનું સેટઅપ 2થી 2.5 લાખ રૂપિયામાં લગાવી શકાય છે.
કેવી રીતે થાય છે કમાણી
લેમન ગ્રાસની ખેતીથી તમે ખૂબ જલ્દી કમાણી શરૂ કરશો. તમને જણાવી દઈએ કે એક ક્વિન્ટલ લેમન ગ્રાસમાંથી એક લિટર તેલ નીકળે છે. બજારમાં તેની કિંમત 1000થી 1500 રૂપિયા સુધીની છે. એટલે કે, તમે પાંચ ટન લેમન ગ્રાસમાંથી ઓછામાં ઓછા 3 લાખ રૂપિયાનો નફો મેળવી શકો છો, તમે લેમન ગ્રાસના પાંદડા વેચીને પણ સારી કમાણી કરી શકો છો.