તમને અવાર-નવાર સાંભળવામાં આવ્યું હશે કે ફાંસી લગાવવા માટે લોકો પંખાનો ઉપયોગ કરે છે. આત્મહત્યાના મોટાભાગના કેસમાં લોકો પંખા પર લટકીને ફાંસી લગાવતા હોય તેવી વાત સામે આવી છે. જેને પગલે ઈન્દોરના પ્રોફેસરે એક એવો પંખો તૈયાર કર્યો છે, જે ફાંસી લગાવતા જ નીચે આવી જશે.
પ્રોફેસરે બનાવ્યો એવો પંખો કે તમે નહીં કરી શકો આપઘાત
પંખા પર લટકીને ફાંસી લગાવશો તો પંખો આવી જશે નીચે
પંખાના બે મૉડ્યુલ તૈયાર કરવામાં આવ્યાં
પ્રોફેસરની સિદ્ધી
આ સાંભળવામાં થોડુ અજીબ લાગશે. પરંતુ આ હકીકત છે. આવો જાણીએ કે કેવીરીતે તૈયાર થયો છે આ પંખો અને શું છે તેની ખાસિયત. ઈન્દોરના એસજીએસઆઈટીએસના પૂર્વ પ્રોફેસર અને ડાયરેક્ટર ડૉ. પીકે ચાંદેએ આ પંખો બનાવ્યો છે. ત્રણ વર્ષની મહેનત બાદ આ પંખો તૈયાર થયો છે. પ્રોફેસર ડૉ. ચાંદેએ જણાવ્યું કે 1892માં જર્મન એન્જિનિયર ફિલિપ એચ ડીએહીએ સિલિંગ ફેન બનાવ્યો હતો ત્યારે કોઈએ વિચાર્યુ નહોતુ કે હવા આપનારો આ પંખો કોઈ માણસનો જીવ પણ લઇ શકશે.
આ પંખો આપઘાત કરતા રોકશે
તેમણે પોતાના સંબંધી અને પાડોશીને પંખા સાફ કરતી વખતે પડતા જોયા હતા. એક સંબંધી આવી રીતે પડતા તેનો કરોડરજ્જુ તૂટી ગયો હતો. અવાર-નવાર લોકો પંખે લટકીને આપઘાત કરી રહ્યાં છે. તેમણે વિચાર્યુ કે એવો પંખો બનાવીએ, જે સરળતાથી નીચે આવી જાય અને ફરીથી ઉપર જતો રહે. તેમણે ઘણા વર્ષોના રિસર્ચ બાદ પંખાના બે મૉડ્યુલ તૈયાર કરવામાં આવ્યાં. જ્યારે આ સફળ થયા તો તેનુ ફાઈનલ પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવ્યો. આ સિસ્ટમની કિંમત 400 થી 500 રૂપિયા છે.
પંખાનુ નામ સિમ ડિવાઈસ રાખ્યું
પંખાને આ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે જો કોઈ માણસ ફાંસી લગાવવાનો પ્રયાસ કરશે તો પંખો નીચે આવી જશે. માણસ હટ્યા બાદ પંખો પાછો ઉપર જતો રહેશે. આ પંખો એસજીએસઆઈટીએસના સીઆઈડીઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આ પંખો ત્રણ મિકેનિકલ સિસ્ટમ દ્વારા કામ કરે છે. પહેલી સિસ્ટમ ઈલેક્ટ્રીક કપલર, બીજી સિસ્ટમ ટ્રાઈ મૉડ્યુલર લોક અને ત્રીજી સિસ્ટમ ટેલિસ્કોપિક પાઈપ છે. આ પંખામાં મુખ્ય સિસ્ટમ મૉડ્યુલર લોક છે, જેનાથી પંખો એકઝાટકે નીચે આવતો નથી. ત્રણ વખત લૉક ખુલે છે અને પાછુ કામ થયા બાદ ઉપર જઇને બંધ થાય છે. પંખાનુ નામ સિમ ડિવાઈસ રાખ્યું છે. કારણકે આ વધુ સુરક્ષિત છે અને ઉપયોગમાં સરળ છે. આ સિસ્ટમ બનાવવામાં આમ તો ત્રણ વર્ષમાં 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ તેમની સિસ્ટમની કિંમત 400 થી 500 રૂપિયા છે.