બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Professor dies of heart attack while on duty in Rajkot, skin specialist doctor dies of cardiac arrest

હાર્ટ એટેકથી સાચવજો / લ્યો બોલો! ગુજરાતના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટના ભાઇનું હ્રદય બંધ પડી જતા નિધન, અન્ય એક પ્રોફેસરનું પણ મોત

Priyakant

Last Updated: 02:37 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફરજ દરમિયાન પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત તો જામનગરમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું હ્યદય બંધ થઈ જતાં મોત

  • ગુજરાતમાં હાર્ટએટેકના કેસોમાં વધારો 
  • રાજકોટમાં ફરજ દરમિયાન પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત
  • જામનગરના સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું હ્યદય બંધ થઈ જતાં મોત 

ગુજરાતમાં દિવસેને દિવસે અચાનક હાર્ટએટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રમાં બે અલગ-અલગ જગ્યાએ એ લોકોના નિધન થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં ફરજ દરમિયાન પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ સાથે જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું મોર્નિંગ વોક દરમ્યાન રોડ ઉપર જ હ્યદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે. 

ચાલુ ફરજ દરમિયાન પ્રોફેસરનું મોત
રાજકોટના જેતપુરની જી.કે એન્ડ સી.કે બોસમીયા કોલેજના બીસીએના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આજે સવારે તેઓ કોલેજની લાઇબ્રેરીમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેને લઈ સ્ટાફ દ્વાર તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે કર્મની કઠણાઇ કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. માહિતી મુજબ પ્રકાશ ત્રિવેદી અરવલ્લીના મોડાસા બાજુના વતની હોવાનું સામે આવ્યું છે. 

જામનગરના સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું મોત 
રાજ્યના જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.મિલન ચગના ભાઈ અને જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો.સંજીવ ચગનું મોર્નિંગ વોક દરમ્યાન હ્યદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે. આ ઘટનાની વિગત એવી છે કે, જામનગરના જોલી બંગલા રોડ ઉપર ક્લિનિક ધરાવતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ 57 વર્ષના ડો.સંજીવ ચગ આજે સવારે પાર્ક કોલોનીમાં આવેલા તેના નિવાસસ્થાનથી મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેઓ સેન્ટ આન્સ સ્કુલ સામેના બેન્ક રોડ ઉપરથી ચાલતા-ચાલતા ઢળી પડ્યા હતા. 

હોસ્પિટલ લઈ ગયા પણ જીવ ના બચ્યો 
આ તરફ ડો.સંજીવ ચગ રસ્તા ઉપર જ ઢળી પડ્યા હોઇ વોકિંગમાં નિકળેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. આ દરમિયાન એક નિવૃત ફૌજીએ સ્થળ પર તેઓને પમ્પીંગ કર્યા બાદ  ડો.સંજીવ ચગ બેઠા થયા હતા. આ તરફ તેઓને તુરંત જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને પમ્પીંગ સહિતની સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે બાદમાં તેઓને મૃત જાહેર કરાયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Heart attack Heart attack Gujarat News પ્રોફેસર હાર્ટ એટેક હાર્ટ સ્પેશિયાલિસ્ટ Heart attack Gujarat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ