બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Producer Nitin Manmohan suffers a massive heart attack

દુખદ / બોલિવુડના મોટા ગજાના ફિલ્મ પ્રોડ્યુસરને આવ્યો ગંભીર હાર્ટએટેક, વેન્ટીલેટર પર રખાયા

Hiralal

Last Updated: 03:48 PM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના મોટા ગજાના ફિલ્મ પ્રોડ્યુસર નીતિન મનમોહનને ગંભીર હાર્ટએટેક આવતાં તેમને વેન્ટીલેટર પર રખાયા છે.

  • બોલિવુડમાંથી આવી વધુ એક માઠી ખબર
  • ફિલ્મ પ્રોડ્યુસર નીતિન મનમોહનને આવ્યો ગંભીર હાર્ટએટેક
  • વેન્ટીલેટર પર રખાયા 

બોલિવૂડમાંથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'બોલ રાધા બોલ', 'દસ' અને અન્ય ઘણી શાનદાર હિન્દી ફિલ્મોના નિર્માતા નીતિન મનમોહનને ગંભીર હાર્ટએટેક આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, તેમની તબિયત હાલમાં ઘણી ગંભીર હોવાનું અને તેમને વેન્ટીલેટર પર રખાયા હોવાનું પણ જણાવાયું હતું. 

તબિયત સુધારા પર પણ ખતરાથી બહાર નહીં 
નીતિન મનમોહનને ગઈ કાલે સાંજે હાર્ટ અટેકને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને એની હાલત નાજુક હોવાનું કહેવાય છે. રિપોર્ટસના અનુસાર, ફિલ્મ નિર્માતા હાલ વેન્ટિલેટર પર છે.સૂત્રોના જણાવ્યાનુસાર નીતિન મનમોહનની તબિયત સુધરી રહી છે પરંતુ તેઓ ખતરાની બહાર નથી. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે ડૉક્ટરોની એક ટીમ સતત એમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. અમે માત્ર તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છીએ, "તેમણે કહ્યું. મનમોહનના પરિવારના તમામ સભ્યો તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. કેટલાક તેમને જોવા માટે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે અને કેટલાક તેની સાથે પહેલેથી જ છે. 

કોણ છે નિતિન મનમોહન 
નિતિન મનમોહન જાણીતા વિલન મનમોહનના પુત્ર છે, જેમણે બ્રહ્મચારી, ગુમનામ અને નયા ઝમાના સહિત ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત તેમને ઘણી ફિલ્મો માટે પણ યાદ કરવામાં આવે છે. સ્ક્રીન પર તેની હાજરી ખૂબ જ મજબૂત અને પ્રભાવશાળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Manmohan Producer Nitin Manmohan Producer Nitin Manmohan news નીતિન મનમોહન nitin manmohan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ