ચીઝ એક અવી વસ્તુ છે જેનું નામ સાંભળતા જ નાના બાળકથી લઇને મોટાં સૌ કોઇનો મોઢામાં પાણી લાવી દે છે. એમાં બાળકોને જો કોઇ પણ ખાવાની વસ્તુમાં ચીઝ ઉમેરીને આપશો તો બાળક ઝડપથી ખાઇ લેશે.
જો કે વધારે પડતી ચીઝ શરીરમાં મેદસ્વિતા વધારે છે. ઉપરાંત ચીઝને પચાવવી પણ ખૂબ ભારે છે. જો કે આજે અમે તમને ઘરે કેવી રીતે ચીઝ બનાવવી એ માટે જણાવી રહ્યા છીએ. એ પણ માત્ર થોડીક જ મિનીટોમાં. તો ચલો આજે અમે તમને જણાવીએ ઘરે કઇ રીતે જલ્દીથી બનાવાય ચીઝ.
ચીઝ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ઘી લેવું. ત્યારબાદ તેને ગરમ કરીને કોર્નફ્લોર અને મલાઇ મિક્સ કરો. તાપ એકદમ ધીરો રાખવો. મલાઇ અને કોર્નફ્લોરને બરોબર મિક્સ કરી દેવા. ત્યારબાદ તેમાં 1 કપ દૂધ મીઠું અને લીંબુના રસનું મિશ્રણ કરવું. જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી એને ધીરે ધીરે હલાવતાં રહેવું. બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ એને ગેસ પરથી ઊતારીને રૂમ રૂમ ટેમ્પરેચર પર આવે તે માટે ઠંડું થવા દેવું.
1 કલાક બાદ આ પેસ્ટને પ્લાસ્ટિકના એક ટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં 2 કલાક સુધી સેટ થવા મુકી રાખો. 2 કલાક પછી તૈયાર થઇ જશે ટેસ્ટી ચીઝ જેનો તમે ઉપયોગ કરી શકશો.