કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત માત્ર 2.51 કરોડ પ્રવાસી મજૂરોને અનાજનું વિતરણ કર્યું છે. ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અનાજનું ઓછું વિતરણ સૂચવે છે કે પ્રવાસી મજૂરોની વાસ્તવિક સંખ્યા ખૂબ ઓછી હતી. લોકડાઉન બાદથી કેન્દ્ર સરકાર રાશનકાર્ડ વગરના લોકોને મફત રાશન આપી રહી છે. આ યોજના કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ લોકોને આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી ન હોવાને કારણે લાભ મળી રહ્યા નથી. જોકે, કેટલાક લોકોએ અરજી કર્યા પછી પણ રાશન નહીં મળવાની વાત કરી છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ દેશમાં ક્યાંય પણ રાશનકાર્ડ ન હોય તેવા પ્રવાસીઓને મફત રાશન આપવાનું છે. આ અંતર્ગત, દરેકને દર મહિને પાંચ કિલો ચોખા અથવા ઘઉં અને કુટુંબ દીઠ એક કિલો ચણા આપવામાં આવી રહ્યાં છે.
મફત રાશન મેળવવામાં પરેશાની થઈ રહી હોય તો કરો આ કામ
મફત રાશન ન આપવા પર કડક કાર્યવાહી
દેશમાં ક્યાંય પણ રાશનકાર્ડ ન હોય તેવા પ્રવાસીઓને મફત રાશન મળશે
લોકડાઉન દરમિયાન જ પીએમ મોદીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય)ને મંજૂરી આપી હતી. તાજેતરમાં, કેન્દ્ર સરકારે નવેમ્બર 2020 સુધી પીએમજીકેવાય હેઠળ 81 કરોડથી વધુ લોકોને અનાજ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જે લોકો પાસે રાશનકાર્ડ નથી તેમને પણ અનાજ આપવામાં આવી રહ્યું છે. જેમની પાસે રાશનકાર્ડ નથી, આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ હોવું જરૂરી છે. આ યોજના અંતર્ગત ગુલાબી, પીળો અને ખાકી રાશનકાર્ડ ધારકોને સભ્ય દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા અને કુટુંબ દીઠ એક કિલો ચણા વિના મૂલ્યે આપવામાં આવશે.
મફત રાશન ન આપવા પર કડક કાર્યવાહી
આવા કિસ્સામાં, જો કોઈ કાર્ડધારકોને મફત અનાજ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે, તો તેઓ સંબંધિત જિલ્લા ખાદ્ય અને પુરવઠા નિયંત્રક કાર્યાલય અથવા રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્રમાં ફરિયાદ કરી શકે છે. આ માટે સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જારી કર્યા છે. ગ્રાહકો આ નંબર પર પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. ઘણી રાજ્ય સરકારોએ પણ અલગથી હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ દેશને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના તમામ ગરીબ પરિવારો કે જેમની પાસે રાશનકાર્ડ છે અથવા નથી, તેઓને 5 કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલોગ્રામ ચણા મફત આપવામાં આવશે. શરૂઆતમાં તેનો સમયગાળો 30 જૂન સુધી નક્કી કરવામાં આવ્યો હતો, જે નવેમ્બર 2020 સુધી વધારવામાં આવ્યો છે. તેમ છતાં, ગરીબ મજૂરોને મફત અનાજ મળી રહ્યું નથી.