બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બે પત્નીવાળા અરમાનની લાઈફમાં ડખો? એકે જગજાહેર કાનભંભેરણી કરી, બીજીએ લગાવી વાટ
Last Updated: 08:15 PM, 22 July 2024
બિગ બોસ OTT 3માં જાણીતા યૂટ્યૂબર અરમાન મલિક તેની બે પત્ની સાથે ભાગ લેવા આવ્યો હતો. પરંતુ હવે પાયલ મલિક નીકળી ગઈ છે. પરંતુ તે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. અત્યારે તેને પોતાના ઘરેથી બિગ બોસમાં અરમાન અને કૃતિકા માટે કપડાં મોકલ્યા હતા પણ અરમાનને કપડાં નહતા મળ્યા. આથી લોકોએ તેને સોશિયલ મીડિયામાં કૃતિકા વિરૂદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
પાયલ મલિકના હાલના વ્લોગમાં અનેક લોકોએ કૉમેન્ટ કરી હતી જેની પર પાયલે રિપ્લાય આપ્યા હતા. એક યુઝરે લખ્યું કે, "પાયલ તારી તો વાત જ નથી કરતા બંને તે ખોટું છે. સુરજ માટે અરમાને કહ્યું પણ તમારા વિશે કશું જ નથી કહ્યું. આ બે ઇજ્જતી છે. અરમાન - કૃતિકા સારું રમી રહ્યા છે અને ઘર - બાળકો ભૂલી ગયા છે. તેની પર પાયલે રીપ્કેા આપ્યો કે, ત્યાં અનેક વસ્તુઓ થતી હોય છે. એવું નથી કે તે મારી વાત નથી કરતા. તે જરૂરથી કરતા હશે. પરંતુ તે એક કલાકમાં આવતું નહીં હોય. એવું ન બને કે તેઓ અઠવાડિયામાં એક વાર પણ મારી વાત ન કરે. મે હમણાં એક વીડિયો જોયો હતો જેમાં અરમાન કહે છે કે પાયલ હોત તો મને ખાવાનું ન બનાવવા દેત.
વધુ વાંચો : ચાલુ મેચમાં ઘૂસી ગયું શિયાળીયું, ખેલાડીઓ પણ ગભરાઈ ગયા, જુઓ પછી શું થયું?
ADVERTISEMENT
પાયલે કહ્યું હતું કે, કૃતિકાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મારી સાડી સના મકબૂલને આપે છે. તેની પર એક યુઝરે લખ્યું હતું કે, "પાયલ,જઈને જુઓ કે કૃતિકા કેવી રીતે અરમાનના કાન ભરવાનું કામ કરે છે. તે એક નંબરની ચાલુ મહિલા છે. અરમાનના કપડાં નથી આવ્યા તો કહે છે કે, કેટલું સારું લાગે છે જ્યારે ઘરેથી કપડાં આવે છે. લાગે છે કે કોઈ તો છે જે તમને પ્રેમ કરે છે. અરમાન કહે છે કે તેને લાગે છે કે મને તો ઘરવાળા ભૂલી ગયા છે. આને કાન ભરવાનું જ કહેવાય. તેને ચાલાકીથી નામ લીધા વગર આ વસ્તુ પોઇન્ટ કર્યું હતું. કોઈએ તેને કહ્યું કે, તું કેટલી સેલફિશ છો કે તારો સામાન આવી ગયો છે છતાં પણ તું આવું કરી રહી છે. કૃતિકા આખા ઘરમાં આ કહેતી ફરે છે છતાં તું કૃતિકાથી સિંપથી રાખે છે. ગોલુ (કૃતિકા) તારાથી બળે છે."
તેની પર પાયલ જવાબ આપતા કહે છે કે, "તેને આ સીન નથી જોયો. જો તે સત્ય છે તો ગોલુંએ સમજવું જોઈએ કે હું કપડાં જોઈ રહી છું. 4 બાળકો સંભાળી રહી છું. દુકાન પણ સંભાળુ છુ. જો હું ગોલું માટે કપડાં મોકલી શકું તો અરમાન માટે કેમ નહીં. ગોલું કરતા ડબલ કપડાં મે અરમાન માટે મોકલ્યા હતા. હું શું કરું કે અરમાન સુધી કપડાં નથી પહોંચ્યા તો. ચંદ્રિકા પણ કહી રહી હતી કે ભાઈ ગુસ્સો કરી રહ્યા હતા કે તેમના સુધી કપડાં નથી પહોંચ્યા. ગોલુએ સમજવું જોઈએ, તે ખોટુ કહેવાય."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.