પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકામાં હાજરીનું કૌભાંડ સામે આવ્યું છે. રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓની ખોટી હાજરી પુરીને રકમ ચાંઉ કરી જવાતી હોવાના આક્ષેપ થયા છે. પૂર્વ પ્રમુખ ભોજાભાઈએ રકમ ખઈ જવાના આક્ષેપ કર્યા છે.
પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકામાં હાજરીનું કૌભાંડ
રોજમદારની ખોટી હાજરી પુરવામાં આવતી હોવાના આક્ષેપ
ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર કરાતો હોવાનો પૂર્વ પ્રમુખનો આક્ષેપ
પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકામાં રોજમદારની હાજરીનું ભૂત ઘણાં લાંબા સમયથી ડાકલા વગાડી રહ્રા છે. ખુદ ભાજપના જ આગેવાનોએ આ મુદે આક્ષોપો કર્યા છે. હતા આ મુદે તપાસની માંગ કરી છે
પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકામાં સફાઈ કામમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની કાગળ ઉપર ભરતી કરવામાં આવે છે તેમજ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા રોજમદારોની પણ હાજરી પૂરી અને મોટી રકમ ચાંઉ કરી જવામાં આવે છે તેવા આક્ષોપો છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખુંટીએ કર્યા છે. તેમણે એવુ પણ જણાવ્યુ હતુ કે આઉટ સોર્સ થી નગરપાલીકા માં જે ભરતી કરવામા આવી છે તેમા મોટાભાગ ના વિભાગો માં ખોટી હાજરી પુરી અને ભ્રષ્ટ્રચાર આચારવામા આવ્યો છે આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરો ને પણ ફરીયાદ કરી છે આ હાજરી કૈાભાડ મા તપાસ ની માંગ કરવામા આવી છે. હાલ નગરપાલીકા માં વહીવટદાર નુ શાશન છે આ પહેલા ભાજપ ના શાશકો હતા હવે વહીવટદાર ના શાશન દરમ્યાન ભુતકાળ મા થયેલા હજારી કૈાભાડ ભુત ધુણ્યુ છે
પોરબંદર-છાયા સંયુકત નગરપાલીકા માં હાજરી કૈાભાડ અંગે પાલીકા ના ચીફ ઓફીસરે એવુ જણાવ્યુ હતુ આ અંગે ની ફરીયાદ મળી છે તપાસ કરતા તેમા હાજરી મુજબ જ પાલીકા દવારા પેમેન્ટ કરવામા આવ્યુ છે
નગરપાલિકામાં સફાઈ અને ફાયરબિ્રગેડમાં રોજમદાર તરીકે ભરતી કર્યા બાદ તેમની ચોપડે હાજરી પૂરી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં ભાજપના જ આગેવાનોએ આક્ષોપ કર્યા છે ત્યારે અધિકારીઓ દ્વારા તપાસ કરીને હાજરીના ચોપડાનું કૌભાંડ ખોલવામાં આવે તેવી માંગ ઉઠી છે